વર્ષ 2007ની ફિલ્મોનુ વિશ્લેષણ

IFM
સરેરાશ - મણિરત્નમની ફિલ્મ 'ગુરૂ' એવી સફળ ન રહી શકી જેવી આશા કરવામાં આવી રહી હતી. આ ફિલ્મએ એટલો બીઝનેસ જરૂર કર્યો જેનાથી તેને સફળ કહી શકાય. 'ભેજા ફ્રાય'ની સફળતાએ બોલીવુડનું ભેજુ ફેરવી નાખ્યુ. વિચિત્ર નામવાળી અને વગર કોઈ સ્ટારની આ ફિલ્મએ પોતાની સુંદર સ્ટોરીને કારણે સફળતા મેળવી. આ ફિલ્મની સફળતાએ એવા ફિલ્મ નિર્માતાઓને પ્રેરિત કર્યા જે ઓછા ખર્ચે ફિલ્મ બનાવવા માગે છે.

'નમસ્તે લંડન' બરાબર વિશ્વકપ ક્રિકેટના વચગાળામાં રજૂ થઈ. ભારતીય ક્રિકેટ ટીમે વિશ્વકપની વચ્ચે જ નમસ્તે કરી દીધુ અને જેનાથી ફિલ્મને ફાયદો મળ્યો. હોલીવુડની 'હૈરી પોટર એંડ ધ ઓર્ડર ઓફ ફિનિક્સ' અને 'સ્પાઈડરમેન'એ સફળ થઈને સાબિત કર્યુ કે હોલીવુડની દખલ અંદાજી હવે વધી રહી છે. 'સ્પાઈડરમેન' તો ભોજપુરી બોલતા જોવા મળ્યા.

ઈન્દ્રકુમારની હીરોઈન સિવાયની ફિલ્મ 'ધમાલ' ધીરે ધીરે ચાલતી ગઈ. આ ફિલ્મ બાળકોને ખૂબ ગમી. શાહિદ-કરીનાની 'જબ વી મેટ' ના નિર્માતાને પ્રચાર માટે વધુ પૈસો નહી ખર્ચવો પડ્યો, કારણકે ફિલ્મ રજૂ થવાના થોડાંક દિવસ પહેલાંજ બંનેમાં બ્રેકઅપ થઈ ગયુ. જેને કારણે આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ. ફિલ્મની કથા અન્ય ફિલ્મ કથાઓની જેમ જ હતી, પણ તેની રજૂઆત બહુ જ સરસ રીતે કરવામાં આવી હતી જેને કારણે દર્શકોએ આને પસંદ કરી.

IFM
થોડી નરમ, થોડી ગરમ - આ શ્રેણીમાં તે ફિલ્મો છે, જે કેટલીક જગ્યાએ સફળ રહી તો કેટલીક જગ્યાએ અસફળ. 'ચીની કમ'ને ફક્ત મોટા શહેરોમાં પસંદ કરવામાં આવી. નાના શહેરોમાં દર્શકોએ આ ફિલ્મનો વિષય બકવાસ લાગ્યો.

'અપને'એ ઉત્તર ભારતમાં સારો રંગ જમાવ્યો કારણકે અહીં દેઓલ પરિવારને પસંદ કરનારાઓની સંખ્યા વધુ છે. 'શૂટ આઉટ એટ લોખંડવાલા'ને મુંબઈમાં દર્શકોનો પ્રેમ મળ્યો. 'મેટ્રો' પણ પોતાના નામ મુજબ મેટ્રો સીટીમાંજ પસંદ કરવામાં આવી.

IFM
ફ્લોપ ; ફ્લોપ તો કેટલીય ફિલ્મો થઈ, પણ અહીં એવી ફિલ્મોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી સૌને ઘણી આશા હતી. આ યાદીમાં 'રામગોપાલ વર્માકી આગ' નું નામ સૌથી ઉપર છે. રામૂએ આ ફિલ્મ બનાવી પોતાની સૌથી મોટી ભૂલ કરી. બીજી 'શોલે' બનાવવાના ચક્કરમાં રામૂ ન ઘરના રહ્યા કે ન ઘાટના. 'નિ:શબ્દ', 'ગો', 'ડાર્લિગ' જેવી હલકી ફિલ્મો બનાવી રામૂએ સાબિત કરી દીધુ કે વર્ષ 2007નો હલકી ફિલ્મમેકરનો એવોર્ડ તેમની પાસેથી કોઈ નહી છીનવી શકે.

કલાકારોથી સજાયેલી 'સલામ-એ-ઈશ્ક'ને દર્શકોએ નફરત કરી. યશરાજ ફિલ્મસના હાથે આ વર્ષે ફ્લોપ ફિલ્મો વધુ બની. 'ઝૂમ બરાબર ઝૂમ', 'આજા નચ લે' અને 'લાગા ચુનરીમે દાગ'એ તેમના નામ પર ડાધ લગાવી દીધો.

સંજય લીલા ભંસાલી ની 'સાઁવરિયા' ને 'ઓમ શાંતિ ઓમ'ની સામે આવવાનું પરિણામ ભોગવવું પડ્યુ. તેઓ બૂમો પાડી-પાડીને કહેતા રહ્યા કે તેમની ફિલ્મ હીટ છે પણ આંકડા કંઈ બીજુ જ કહી રહ્યા છે. અબ્બાસ મસ્તાનની 'નકાબ'ની સ્ટોરી કોઈને ન સમજાઈ. અનુભવ સિન્હાની 'કૈશ'એ નિર્માતાઓના ગજવા ખાલી કરી નાખ્યા. 'નો સ્મોકિંગ'ને દર્શકોએ દૂરથી નમસ્કાર કરવા જ યોગ્ય સમજાયા.
સમય તામ્રકર|


આ પણ વાંચો :