માર્કેટિંગ કરતા શીખી ગયુ બોલીવુડ

N.D
કહેવાય છે કે જે બદલાતા સમય સાથે બદલતાં શીખી જાય્ક છે તે પ્રગતિના પથ પર હંમેશા આગળ વધ છે. બોલીવુડની અંદર પણ 2007માં એટલા ફેરફારો આવી ગયા કે જે પહેલા કદી ન જોવા મળ્યા. આપણું બોલીવુડ માર્કેટિંગની પરીક્ષામાં પાસ થઈ ગયુ છે. આ વર્ષ 2007એ સાબિત કરી દીધુ છે. વર્ષની શરૂઆતથી લઈને અંત સુધી વિવિધ પ્રયોગો થતા રહ્યા જેમાંથી કેટલાક તો દર્શકોએ ખૂબ પસંદ કર્યા તો કેટલાકને બિલકુલ નકારી દેવામાં આવ્યા. આ વર્ષ ફક્ત શાહરૂખ ખાનના નામનું રહ્યુ એવુ કહીએ તો કોઈ અતિરેક નહી ગણાય. આ એકલા માણસે બોલીવુડને ન તો ફક્ત માર્કેટિંગનો ફંડો શીખવાડ્યો પણ પૈસા કેવી રીતે કમાવવા તે પણ શીખવાડ્યુ.

આવો, જાણીએ કે બોલીવુડ માટે 2007 કેવુ રહ્યુ આમ તો બોલીવુડમાં વર્ષ 2007માં કુલ 108થી પણ વધુ ફિલ્મો રજૂ થઈ. વર્ષની શરૂઆતમાં 'ગુરૂ' રજૂ થઈ. અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાયની આ ફિલ્મનું નિર્દેશન મણિરત્નમે કર્યુ હતુ. ફિલ્મ અભિષેક બચ્ચનને બોલીવુડમાં સ્થાપિત કરવામાં મીલનો પત્થર સાબિત થઈ. રહેમાનનું સંગીત અને મિથુનદાનુ કમબેક ફિલ્મના આકર્ષણનું કેન્દ્ર રહી. ફિલ્મે 30 કરોડનો બીઝનેસ કર્યો.

N.D
આ જ મહિને રિસ્ક અને 'પરજાનિયા', સલામ-એ-ઈશ્ક' રજૂ થઈ. પોતાના ગીત અને મલ્ટીસ્ટાર હોવાને કારણે 'સલામ-એ-ઈશ્ક' રજૂ થતા પહેલા ખૂબ લોકપ્રિયતા મળી. પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કશુ ન કરી શકી. ફિલ્મને કારણે જોન અબ્રાહમ, અને વિદ્યા બાલન જેવી નવી જોડી અને ગોવિન્દાના કમબેકના પૂરા પ્રયત્નો કર્યા પણ જોવા મળી. 2 ફેબ્રુઆરીએ મધુર ભંડારકરની ફિલ્મ ટ્રેફિક સિગ્નલ' રજૂ થઈ. જુદી વાર્તા અને ગ્લેમર વગરની આ ફિલ્મને દર્શકોએ પસંદ તો નહી કરી, પરંતુ ફિલ્મ સારી બની હતી જેથી કુબાલ ખેમુનું કામ પસંદ કરવામાં આવ્યુ. આ જ મહિને વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ 'એકલવ્ય' રજૂ થઈ. ફિલ્મમાં અમિતાભ, સેફ, સંજય અને વિદ્યા બાલન જેવા કલાકારો હોવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ કરતા ઓસ્કરની દોડમાં આગળ રહી.

N.D
2 માર્ચના રોજ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'નિ:શબ્દ' રજૂ થઈ. પહેલી વાર બોલીવુડમં આ પ્રકારની ફિલ્મ રજુ થઈ હતી જેમાં એક ઉમંર લાયક વ્યક્તિને 18 વર્ષની છોકરી સાથે પ્રેમ કરતા બતાવાયી. ફિલ્મની ચર્ચા નકારાત્મક રૂપે વધુ થઈ જેની અસર બોક્સ ઓફિસ પર જોવા મળી. આ જ મહિનામાં '1971', વોટર, 'એક દસ્તક', 'હેટટ્રિક', 'જસ્ટ મેરિડ'પણ રજૂ થઈ. 23 માર્ચે અક્ષય કુમારની ફિલ્મ 'નમસ્તે લંડન' રજૂ થઈ જેને હિટની શ્રેણીમાં મુકી શકાય છે. કારણકે ફિલ્મને 15 કરોડથી વધુ નો બીઝનેસ કર્યો. આ સિવાય 'ધ નેમસેક', 'દિલ્લી હાઈટ્સ', 'ખન્ના એંડ અય્યર' આ મહિને રજૂ થઈ હતી.
નઇ દુનિયા|


આ પણ વાંચો :