2007ની શ્રેષ્ઠ વિશ્વ સુંદરીઓ

PTIPTI


મિસ જાપાન સુશ્રી રિયો મેરીએ 77 દેશોની સુંદરીઓને પાછળ છોડી મિસ યુનીવર્સ 2007નો ખિતાબ મેળવી લીધો. 28 મે 2007ના દિવસે મૈક્સિકો સિટીમાં યોજાયેલ એક રંગારંગ કાર્યક્રમમાં પૂર્વ મિસ યુનીવર્સ સુશ્રી જુલેકા રિવેરા મંડોજાએ આ સુંદરીને 2,50,000 ડોલરના ખર્ચે બનેલો મિસ યુનીવર્સનો તાજ પહેરાવ્યો. 56મી મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી તે બીજી જાપાની છે. મિસ યુનીવર્સ 2007ના રૂપમાં સુશ્રી રિયો મોરીને 1 લાખ ડોલરથી વધુ મૂલ્યના ઈનામો જીત્યા. તે એક વર્ષ સુધી વિશ્વમાં વિભિન્ન સામાજીક ગતિવિધિઓમાં ભાગ લેશે અને માનવતાની ભલાઈ માટેના કાર્યો કરશે.

મિસ અર્થ 2007

કવીજોન સીટી, મનીલા, ફિલીપીંસના ફિલીપીંસ યુનિવર્સિટી થિયેટરમાં 11 નવેમ્બર 2007ના દિવસે મિસ અર્થ 2007 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ. જેમા વેનેજુએલાની સુશ્રી સિલ્વાનિયા સાંટેલા અરેલ્લાનોને મિસ અર્થ -વોટર; કનાડાની સુશ્રી જેસિકો નિકોલે ટ્રિસ્કોને મિસ અર્થ 2007; ભારતની સુશ્રી પૂજા ચિટગોપેકરને મિસ અર્થ-એયર અને સ્પેનની સુશ્રી એંજેલા ગોમેજને મિસ અર્થ-ફાયર તરીકે પસંદ કરવામાં આવ્યા.

મિસ ઈંટરનેશનલ 2007

ટોકિયો(જાપાન)માં 15 ઓક્ટોબર, 2007 ના રોજ મિસ ઈંટરનેશનલ 2007 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ. મિસ ઈનટરનેશનલનો ખિતાબ મિસ મૈક્સિકો પ્રિસિલિયા પેરાલેંસએ જીત્યો. પ્રથમ રનર-અપ મિસ ગ્રીસ દેસપોયના વેલેપાકી અને દ્વિતીય રનર-અપ મિસ બેલારુસ યુલિયા સિંદેજએવા રહી.
વેબ દુનિયા|
મિસ યુનીવર્સ 2007 -


આ પણ વાંચો :