ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: બુધવાર, 2 માર્ચ 2022 (17:18 IST)

Indian Student Died in Ukraine- યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત

Indian Student Died in Ukraine: યુક્રેનમાં અભ્સાસ કરી રહેલા મૂળ પંજાબના વિદ્યાર્થી ચંદન જિંદાલનું યુક્રેનમાં બ્રેઈન સ્ટ્રોકના કારણે મોત થયુ છે. 2 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતો અને તેને વધુ સારવારની જરુર હતી પરંતુ યુક્રેન-રશિયાના યુદ્ધના કારણે તેને વધુ સારવાર મળી ન શકી અને તેનું મોત થયુ છે.
 
યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે વધુ એક ભારતીયના મોતના સમાચાર છે. પંજાબના ચંદન જિંદાલ નામના 22 વર્ષના વિદ્યાર્થીનું બુધવારે મૃત્યુ થયું હતું. જોકે, ચંદનનું મૃત્યુ હુમલામાં નહીં પરંતુ બીમારીના કારણે થયું હતું. તેને યુક્રેનની વિનિત્સા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. બ્રેઈન સ્ટ્રોકના કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન બુધવારે ચંદનનું મોત નીપજ્યું હતું. યુક્રેનમાં આ સતત બીજી ભારતીય મૃત્યુ છે. આ પહેલા મંગળવારે ખાર્કિવમાં ગોળીબાર દરમિયાન કર્ણાટકના રહેવાસી નવીનનું મોત થયું હતું.