ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Updated : સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (11:45 IST)

યુક્રેન પર રશિયાના હુમલાનો ચોથો દિવસ : યુક્રેનનાં ઘણાં શહેરોમાં ભીષણ જંગ

યુક્રેન પર રશિયાના હુમલાના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં અત્યાર સુધી 64 લોકોનાં મોત થયાં છે.
 
અનેક હુમલાના કારણે અહીં મકાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન થયું છે. જેના કારણે સેંકડો લોકોને વીજળી અને પાણી વિના જીવવું પડે છે.
 
સંયુક્ત રાષ્ટ્રે એમ પણ કહ્યું કે 1,60,000થી વધુ યુક્રેનવાસીઓએ તેમનાં ઘર છોડી દીધાં છે, તેઓ વિસ્થાપિત થયા છે અને હવે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 
યુક્રેન સરકારના અંદાજ પ્રમાણેરશિયાના આ હુમલાથી શરણાર્થીઓનું મોટું સંકટ સર્જાઈ શકે છે. આ હુમલાથી 50 લાખ શરણાર્થીઓ પેદા થઈ શકે છે.
 
બીબીસીએ એવા ઘણા લોકો સાથે વાત કરી છે કે જેઓ છેલ્લા કેટલાક દિવસોથી દેશ છોડવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ પર 15 કિલોમીટર લાંબી કતારોમાં ઊભા છે.