ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: શુક્રવાર, 4 માર્ચ 2022 (09:10 IST)

Russia ukraine war: કીવમાંથી નીકળી રહેલ એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ, મંત્રી બોલ્યા સુરક્ષિત કાઢવાની કોશિશ

ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મૃત્યુ બાદ હવે યુક્રેન(Ukraine) ની રાજધાની કીવ(Kyiv) અન્ય એક ભારતીય વિદ્યાર્થી પર ગોળી વડે હુમલો કરવામાં આવ્યો છે.જનરલ વીકે સિંહ (General VK singh) એ કહ્યું, 'કિવના એક વિદ્યાર્થીને ગોળી વાગી હોવાની જાણ કરવામાં આવી છે અને તેને તાત્કાલિક કિવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.’તેમણે કહ્યું, ભારતીય દૂતાવાસે અગાઉ પ્રાથમિકતાના આધારે મંજૂરી આપી હતી કે દરેક વ્યક્તિએ કિવ છોડવું જોઈએ. યુદ્ધની સ્થિતિમાં બંદૂકની ગોળી કોઈના ધર્મ અને રાષ્ટ્રીયતાને જોતી નથી.
ઉલ્લેખનીય છે  કે વિદ્યાર્થીઓ હાલમાં યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનથી ભાગી રહ્યા છે અને તેઓ ભારત પરત ફરવા માટે પોલેન્ડની સરહદે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાર કેન્દ્રીય મંત્રીઓ, હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વીકે સિંહ, યુક્રેનને અડીને આવેલા દેશોમાં સ્થળાંતરના પ્રયાસોની દેખરેખ રાખી રહ્યા છે.
 
યુદ્ધની વચ્ચે, યુએનનો અંદાજ છે કે રશિયન હુમલાને કારણે 10 લાખ યુક્રેનિયનોને તેમની વતન છોડીને અન્ય દેશોમાં આશરો લેવાની ફરજ પડી છે. યુએનના પ્રવક્તાએ કહ્યું કે યુક્રેનમાં આ હુમલાથી 209 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, 1500થી વધુ નાગરિકો ઘાયલ થયા છે.
 
ઝાપોરિઝિયા પ્લાન્ટમાં બ્લાસ્ટનો ખતરો કેમ છે?
યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ શુક્રવારે સવારે કહ્યું કે રશિયાએ યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ ઝાપોરિઝિયા પર ચારે બાજુથી ગોળીબાર કર્યો છે. પ્લાન્ટમાં આગ પહેલેથી જ લાગી છે.
જો તેમાં બ્લાસ્ટ થશે, તો તે ચેર્નોબિલ કરતા 10 ગણો મોટો હશે. જ્યાં 6 ન્યૂક્લિયર રિએક્ટર છે. પાવર પ્લાન્ટ સાઇટ્સ નજીક રેડિયેશનના ઉચ્ચ સ્તરની જાણ થઈ છે. આ પ્લાન્ટ યુક્રેનના વીજ ઉત્પાદનનો લગભગ 25% હિસ્સો ધરાવે છે.
 
 
પંજાબના બરનાલામાં 22 વર્ષના વિદ્યાર્થીનું મોત
 
 બીજી તરફ પંજાબના બરનાલા જિલ્લાના 22 વર્ષીય વિદ્યાર્થીનું બુધવારે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં મૃત્યુ થયું હતું. મગજમાં લોહીના પ્રવાહમાં અવરોધની બિમારી માટે લગભગ એક મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી. સત્તાવાર સૂત્રોએ અહીં જણાવ્યું કે ચંદન જિંદાલને યુક્રેનની વિનિત્સા ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીના પરિવારે સરકારને તેનો મૃતદેહ પરત લાવવા વિનંતી કરી છે.
 
જિંદાલ વિનિત્સિયા નેશનલ પિરોગોવ મેમોરિયલ મેડિકલ યુનિવર્સિટી, વિનિત્સિયામાં અભ્યાસ કરતો હતો. જિંદાલના કાકા કૃષ્ણ ગોપાલે બરનાલામાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમને 3 ફેબ્રુઆરીએ તેમના ખરાબ સ્વાસ્થ્ય વિશે માહિતી મળી હતી અને યુક્રેનિયન સત્તાવાળાઓએ ઓપરેશન કરવા માટે પરિવારની મંજૂરી માંગી હતી. ગોપાલે જણાવ્યું કે તે અને ચંદનના પિતા 7 ફેબ્રુઆરીએ યુક્રેન ગયા હતા. ગોપાલ પાછળથી પાછો ફર્યો જ્યારે તેનો ભાઈ તેના પુત્ર સાથે યુક્રેનમાં રહી ગયા.