ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (11:39 IST)

Nirjala Ekadashi 2022: નિર્જલા એકાદશી વ્રતના સમયે લાગે ખૂબ વધારે તરસ તો આ રીતે ગ્રહણ કરી શકો છો પાણી

Nirjala Ekadashi 2022 Rules: હિંદુ ધર્મમાં એકાદશીનો વ્રત સૌથી અઘરું વ્રતમાંથી એક છે તેમજ વર્ષભરમાં આવતી 24 એકાદશીઓમાં નિર્જલા એકાદશીનો વરત સૌથી અઘરું ગણાયુ છે  જેઠ મહીનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શેષશયિયા રૂપથી પૂજાનો વિધાન છે. આ દિવસે વગર પાણી, અન્ન અને ફળાહારના વ્રત કરાય છે. માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી બધી 24 એકાદશીઓનો ફળ મળે છે. 
 
ધાર્મિક માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી બધી મનોકામના પૂર્ણ હોય છે. સાથે જ આ દિવસે વ્રત કરવાથી ભીમએ દસ હજાર હાથીઓ જેટલા બળની પ્રાપ્તિ હોય છે. જેનાથી તે દુર્યોધન પર વિજય મેળવી શક્યો હતો. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વ્રત બાળ, વૃદ્ધ અને રોગીઓને નહી રાખવુ જોઈએ. તેમજ જો વ્રતના દરમિયાન પાણી ના વગર ન રહી શકાય કે પછી જીવ સંકટમાં આવનારી સ્થિતિ હોય તો પાણી ગ્રહણ કરી લેવુ જોઈએ. પણ તેને ગ્રહણ કરવાની વિધિ જણાવી છે આવો જાણીએ. 
 
નિર્જલા એકાદશીના દિવસે પણી ગ્રહણ કરવાની ના હોય છે. વ્રતના નિયમનો સાચી રીત પાલન કરતા પર જ વ્રતનો પૂર્ણ ફળ મળે છે જો કોઈ વ્યક્તિને વ્રતના દરમિયાન પાણી વગર ન રહી શકાય કે પછી કોઈ બહુ વધારે જીવ જોખમમા આવનારી સ્થિતિ થઈ જાય છે તો એવા 12 વાર ઓમ નમો નારાયણ...નો જાપ કરવુ. તે પછી થાળીમાઅં પાણી નાખી અને ધૂંટણ અને હાથને ધરતી પર લગાવીને જાનવરની જેમ પાણી ગ્રહણ કરી શકાય છે આ રીતે પાણી ગ્રહણ કરવાથી વ્રત નહી તૂટે છે.