શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (15:02 IST)

ખૂબ શોખીન છો તમે સોના પહેરવાના? તો સોના સંબંધિત આ 10 નિયમ જરૂર જાણી જાણી લો

સોનું એટલે કે ગોલ્ડ અત્યંત મુલ્યવાન અને પવિત્ર ધાતુ છે. સોનું ભાગ્યને ચમકાવી પણ શકે છે અને સુવડાવી (નુકસાન) પણ કરી શકે છે. તેનાથી તમને લાભ પણ થઈ શકે છે અને ભારે નુકશાન પણ. સોનાની વસ્તુ ગુમ થાય કે સોનું મળે તેના પણ શુભ અને અશુભ ફળ હોય છે. સોનાના દાગીના પહેરવા એ કોઈપણ વ્યક્તિની પહેલી પસંદ હોય છે. પરંતુ સોનું પહેરતાં પહેલા એ જાણવું જરૂરી છે કે તે સોનું લાભકારક છે કે નહીં.

સોનું માત્ર શોખ માટે પહેરવાની વસ્તુ નથી. જો તેના મહત્વને જાણીને તેને ધારણ કરવામાં આવે તો તે કોઈપણ વ્યક્તિને ધનવાન અને સમૃદ્ધ બનાવી શકે છે. તેથી સોના વિશે કેટલાક નિયમ જાણવા જરૂરી છે.  
સોનાનો પ્રથમ નિયમ- 
સોના ધારણ કરવાના લાભ- જો સમ્માન અને રાજ પક્ષથી સહયોગ ઈચ્છો છો તો સોનું પહેરવું. એકાગ્રતા મેળવવા માટે સોનાની વીંટી પહેલી આંગળીમાં પહેરવી જોઈએ. દાંપત્યજીવનમાં સુખ શાંતિ જાળવવા માટે ગળામાં સોનાની ચેઈન પહેરવી. જો સંતાનપ્રાપ્તિની ઈચ્છા હોય તો અનામિકા આંગળીમાં સોનાનીવીંટી ધારણ કરવી.
 
બીજું નિયમ 
સોના ઊર્જા અને ગર્મી બન્ને જ આપે છે સાથે જ ઝેરના અસરને ઘટાડે છે. જો શરદી-ઉધરસ જેવી બીમારી સતાવતી હોય તો ટચલી આંગળીમાં સોનું પહેરવું જોઈએ. 
 
ત્રીજું નિયમ 
સોના ધારણ કરવાના નુકશાન - જે લોકોને પેટની સમસ્યા કે જાડાપણની સમસ્યા હોય તેને અને જે લોકો સ્વભાવે ક્રોધી હોય તેમણે પણ સોનું ધારણ ન કરવું જોઈએ.
 
ચોથુ નિયમ 
ગુરૂ ખરાબ હોય તો ન પહેરવું સોનું, સોનાના મુખ્ય રૂપથી રંગ પીળો હોય છે તેથી તેમાં બૃહસ્પતિનો પ્રતિનિધિ ગણાય છે. જેની કુંડળીમાં બૃહસ્પતિ ખરાબ હોય કે કોઈ પ્રકારથી દૂષિત હોય એવા લોકોને સોનાના પ્રયોગથી બચવું જોઈએ. 
 
લગ્ન અનુસાર સોનું
મેષ, કર્ક, સિંહ અને ધન લગ્ન ધરાવતાં જાતક માટે સોનું  ઉત્તમ ફળ આપનાર સાબીત થાય છે. જ્યારે વૃશ્ચિક અને મીન લગ્નના લોકો માટે તે મધ્યમ ફળદાયી હોય છે. વૃશભ, મિથુન, કન્યા અને કુંભ લગ્નના જાતકો માટે સોનું  સારું નથી તેમજ તુલા, મકર લગ્નના લોકોએ શક્ય હોય ત્યાં સુધી ઓછું સોનું  પહેરવું જોઈએ.
 
પાંચમું નિયમ 
શનિનો વેપાર કરતા હોય તો - જે લોકો લોખંડ, કોલસા કે શમો સંબંધિત કોઈ ધાતુનો વેપાર કરતા હોય તેને પણ સોનું ન પહેરવું. જો તમે આવું કરો છો તો તમને વેપારમાં નુકશાન ઉઠાવવું પડી શકે છે. 
 
છટ્ઠો નિયમ 
ગર્ભવતી અને વૃદ્ધ મહિલાએ ન પહેરવું સોનું- જે મહિલાઓ ગર્ભવતી છે અને જે મહિલાઓ વૃદ્ધ છે તેને પણ સોનું ધારણ ન કરવું જોઈએ. ઓછું સોના પહેરી શકો છો પણ વધારે સોના પહેરવાથી સમસ્યાઓ શરૂ થઈ શકે છે. 
 
સાતમો નિયમ 
જમના હાથમાં પહેરવું સોનું 
સોના ડાબા હાથમાં નહી પહેરવું જોઈએ. ડાબા હાથમાં જ્યારે જ પહેવું જયારે ખૂબ અનિવાર્ય હોય. ડાબા હાથમાં સોનું પહેરવાથી પરેશાનીઓ શરૂ થઈ જાય છે. અસોનાની વસ્તુનો દાન અને ભેંટ તેને જ આપવું જે તમને પ્રિય હોય. કોઈ પણ અજાણ કે અપ્રિયને સોનું ન આપવું. 
 
આઠમો નિયમ 
પગ અને કમર પર ન પહેરવું સોનું
પગમાં કે કમર પર સોનાના દાગીના ન પહેરવા જોઈએ. સોનું પવિત્ર ધાતુ છે તેથી તેને પગમાં ન રાખી શકાય. જ્યારે કમર પર સોનાની વસ્તુઓ પહેરવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
 
નવમો નિયમ 
દારૂ અને માંસાહાર નિષેધ
જો તમને સોનું ધારણ કરી રાખ્યુ છે તો તમે દારૂ અને માંસાહારના સેવન ન કરવું. આવું કરવાથી તમે સમસ્યાઓથી ધેરાઈ શકો છો. સોનું બૃહસ્પતુની પવિત્ર ધાતુ છે અને તેની પવિત્રતા બનાવી રાખવી જરૂરી છે. 
 
દસમો નિયમ 
ઘરના ઈશાન ખૂણામાં રાખવું- 
ઘરમાં સોનાની વસ્તુઓ ઈશાન ખૂણામાં રાખવી ઉત્તમ ગણાય છે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે આ વસ્તુઓને લાલ કપડામાં વીંટીને રાખવી. તેનાથી સમૃદ્ધીમાં વધારો થશે.