શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : મંગળવાર, 20 જૂન 2017 (09:46 IST)

આજે બની રહ્યો છે શુભ યોગ...આ ઉપાયોથી ભરી લો તમારી તિજોરી

આજે 20 જૂન યોગિની એકાદશી વ્રત અને મંગળવારનો શુભ યોગ બની રહ્યો છે. આ બંને દિવસ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે મંગળવારે વ્રત અને પૂજા કરવાથી ધન, પુત્ર અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે.
જો તમે ધન-સંપત્તિમાં કમી અથવા રોજબરોજની જરૂરિયાતને પુર્ણ કરવામાં અસમર્થ અનુભવ કરી રહ્યા છે. પગ પર અવરોધ ઉત્પન્ન થઈ રહ્યા છે. 
 
જો તમે ધન-સંપત્તિમાં કમી અને રોજની જરૂરિયાતોને પુર્ણ કરવામાં અસમર્થ અનુભવી રહ્યા છો... ડગલે ને પગલે અવરોધો આવી રહ્યા છે, સુખ સૌભાગ્યમાં કમી આવી રહી છે. બૌદ્ધિકતા, કાર્યક્ષમતા અને પરાક્રમનો ક્ષય થઈ રહ્યો છે. ઘરમાં પારિવારિક સ્તર પર અશાંતિ ફેલાયેલી છે તો આજનો દિવસ તમારે માટે સુખ-સમૃદ્ધિની શરૂઆત કરશે અને તમારી કિસ્મત ચમકાવી દેશે. આ માટે કરો કેટલાક આ ઉપાય... 
 
 - પીળા રંગના કપડા, પીળા ફળ અને પીળુ અનાજ પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરો. ત્યારબાદ આ બધી વસ્તુઓ ગરીબો અને જરૂરી લોકોને દાન કરો. આવુ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર કાયમ રહેશે. 
 
- શ્રી હરિનો કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે. 
 
- શ્રી હરિના મંદિરમાં જઈને તેમને પીળા રંગનો મિષ્ઠાન તુલસીના પાન નાખીને અર્પિત કરો અને સાથે જ પીળા ફૂલોનો હાર ચઢાવો. વેપારમાં નફો થશે. 
 
- શ્રી હરિ અને મા લક્ષ્મી બંનેના આશીર્વાદ ઈચ્છો છો તો દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન શ્રી હરિનો અભિષેક કરો. 
 
- ધનની કામના રાખનારા સાધક મૌન ધારણ કરી શ્રી હરિનુ ધ્યાન કરે. 
 
- કર્જથી મુક્તિ મેળવવા માટે કેળાના વૃક્ષ પર હળદર નાખીને જળ ચઢાવો 
 
- એક નારિયળ અને થોડી બદામ શ્રી હરિના મંદિરમાં ચઢાવો. આ ઉપાય કરવાથી તમને જીવનના બધા સુખ પ્રાપ્ત થશે અને અટકેલા કાર્ય થતા જશે. (see video) webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati