લગ્ન પછી આ વાતને લઈને છોકરીઓ કરતા છોકરાઓ રહે છે વધુ પરેશાન

Last Modified ગુરુવાર, 12 એપ્રિલ 2018 (16:07 IST)
છોકરો હોય કે છોકરી દરેકના મનમાં પોતાના પાર્ટનરને લઈને અનેક સપના હોય છે. પછી દરેક ઈચ્છે છે કે તેના જીવનસાથીના મનમાં હંમેશા તેને માટે પ્રેમ કાયમ રહે.
નવા જીવનની શરૂઆત સાથે બંને પર પોતાના પરિવારના લોકોને લઈને ખૂબ અરમાન હોય છે. સાસરિયે જઈને તો છોકરીના મનમાં ન જાણે કેટલા પ્રકારના પ્રશ્નો ઉઠે છે, જેના વિશે તે ન કોઈને કહે છે કે ન તો સમજી શકે છે.
બીજી બાજુ છોકરાના મનમાં પ્ણ લગ્ન પછી અનેક ઉથલ પુથલ ચાલી રહી હોય છે. તેના મનમાં પણ અનેક પ્રકારના સવાલ હોય છે. જેને લઈને તેને ગભરાટ થાય છે.
આવો જાણીએ લગ્ન પછી છોકરાઓ શુ વિચારે છે
1 પાર્ટનરને ખોટુ ન લાગે - પતિ પર તેની પત્નીની જવાબદારી આવી જાય છે. તેને એ વાતનુ ટેંશન હોય છે કે તે પાર્ટનર સાથે કેવી રીતે વાતની શરૂઆત કરે. ક્યાક તેની કોઈ વાતનુ તેની પત્ની ખોટુ ન લગાવી બેસે.

2. ભેટને લઈને પ્રશ્ન - લગ્ન પછી પાર્ટનરની જીંદગીમાં સુહાગરાતની ક્ષણ ખૂબ ખાસ હોય છે. આ ક્ષણ આખી ઉંમર તેમના જીવનમાં યાદગાર બની જાય છે.
આ સમયે વર નવવધુને કોઈને કોઈ ભેટ જરૂર આપે છે. આ વાતને લઈને પણ તેના મનમાં પરેશાની રહે છે કે શુ તેની ભેટ પત્ની પસંદ કરશે કે નહી.
3. સુહાગરાત - લગ્નમાં થતા રિવાજોથી નવવિવાહિત પતિ-પત્ની બંને થાકી જાય છે. યુવકોને ખૂબ ટેંશન થાય છે કે તે આ સમયે પાર્ટનરને કેવી રીતે પોતે આરામ કરવાનુ કહે.

4. સંતુષ્ટિની ચિંતા - સુહાગરાતને લઈને છોકરાઓના મનમાં અનેક પ્રકારના સવાલ ઉભા થાય છે.
તેઓ એ વાતને લઈને પરેશાન રહે છે કે શુ તે પત્નીને સંતુષ્ટ કરી શકશે કે નહી.આ પણ વાંચો :