મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|

ટ્યુલિપ ટેલીકોમનો નફો 61 ટકા વધ્યો

ટ્યુલિપ ટેલિકોમને 31 માર્ચ 09ના રોજ સમાપ્ત થતી ચોથા ત્રિમાસિકમાં 106.68 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે, જે ગયા વર્ષની સમાન ત્રિમાસિકથી 60.56 ટકા વધુ છે.

કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને ઉપરોક્ત માહિતી આપી, ગયા વર્ષની ચોથી ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો લાભ 66.44 કરોડ રૂપિયા હતો. 31 માર્ચ 09 ના રોજ સમાપ્ત ત્રિમાસિકમાં કંપનીની કુલ આવક વધીને 467.73 કરોડ રૂપિયા થઈ ગઈ જે ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં 414.68 કરોડ રૂપિયા હતી.

31 માર્ચના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 09માં કંપની સમૂહનો ચોખ્ખો નફો 33 ટકા વધીને 250.52 કરોડ રૂપિયા થઈ ગયો જે છેલ્લા 187.14 કરોડ રૂપિયા હતો.