શેરબજારમાં કડાકોઃ 480 પોઈન્ટનો ઘટાડો

બજાર 10 હજારની નીચે

મુંબઈ | વેબ દુનિયા| Last Modified સોમવાર, 30 માર્ચ 2009 (16:54 IST)

બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસઈ માટે સોમવાર બ્લેક મન્ડે સાબિત થયો હતો. બજાર 480 પોઈન્ટ તુટીને બંધ થયું હતુ. તો નીફ્ટી પણ 100 થી વધુ પોઈન્ટ તુટીને 3 હજારની અંદર આવી ગયો હતો.

સોમવારે સવારથી જ માર્કેટમાં વેચવાલીનું જોર જોવા મળ્યું હતું. રીયલ્ટી અને બેન્કીંગ સેક્ટરમાં વેચવાલીનું જોર રહેતાં માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈ 480 પોઈન્ટ તુટીને 9568 પર બંધ થયું હતું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 131 પોઈન્ટ ઘટીને 2978 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજે ઘટેલા શેયર્સમાં આઈસીઆઈસીઆઈ, ડીએલએફ અને રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો :