બુધવાર, 20 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2012 (17:30 IST)

શેર બજાર : સેંસેક્સ 18 હજાર અને નિફ્ટી 5500ની સપાટી પર કાયમ

P.R
આજે કામકાજના આખરી કલાકોમાં બજારમાં રિકવરી પરત આવી હતી. સમગ્ર સેશન દરમિયાન સતત વધઘટ અનુભવ્યાં બાદ સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 18,000 પોઇન્ટ અને 5500 પોઇન્ટની સપાટી ઉપર ટકી રહેવામાં સફળ રહ્યાં હતા.

પાછલા સતત ત્રણ સેશન દરમિયાન તેજી નોંધાવ્યા બાદ ઓવરબોટ પોઝિશનમાં આવી ગયેલા બજારમાં આજે જરૂરી કરેક્શન થયેલું જણાતું હતું. કામકાજના મોટાભાગના સમયગાળા દરમિયાન બન્ને બેન્ચમાર્ક લાલ રંગે રંગાયેલા રહ્યાં હતા.

આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવર્તતી કમજોરીને કારણે સ્થાનિક બજારોમાંય નબળો પ્રારંભ થયો હતો. મેટલ, ઓઇલ એન્ડ ગેસ તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી વધતાં બજાર લથડ્યું. સેન્સેક્સે 18000 પોઇન્ટની સપાટી ગુમાવી નહોતી, જ્યારે નિફ્ટી એક તબક્કે 5500ની નીચે ચાલ્યો ગયો હતો. બપોરે યુરોપના બજારોમાં પણ નબળો પ્રારંભ થતા બજારના મુડમાં સુધારો થયો નહીં અને બન્ને બજારો દિવસની નીચલી સપાટીએ પહોંચી ગયા હતા. આખરી બે કલાક દરમિયાન શેરોમાં નીચા મથાળે લેવાલીનો પ્રારંભ થયો અને બન્ને ઇન્ડેક્સ રિકવર થયા.

ફૂગાવાનો દર અત્યારે 6.55 ટકાની લગભગ બે વર્ષની નીચી સપાટીએ પ્રવર્તી રહ્યો છે તેવા સમયે રિઝર્વ બેંક પોતાના મહત્વના વ્યાજદરોમાં ઘટાડો કરે એવી સંભાવના વધતી જાય છે. આથી જ આજે રિયલ્ટી શેરોમાં જોરદાર કરન્ટ હતો. વડાપ્રધાન મનમહોલન સિંહની દરમિયાનગીરીથી વીજ ઉત્પાદન કંપનીઓને કોલસાના પૂરવઠાની ખાતરી મળતાં પાવર શેરોએ પણ તેજીની વાટ પકડી છે. એટીએફના ભાવોમાં કાપ મૂકાતા અને જેટ ફ્યુઅલની સીધી આયાત કરવા માટે એરલાઇનોને મંજૂરી મળતા એવિએશન શેરોમાં પણ દોઢ ટકા સુધીની આગેકૂચ છે.