સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (16:57 IST)

શ્રાદ્ધ પક્ષ શરૂ .. ભૂલથી પણ ન કરશો આ કામ

પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે. જેથી આપણા પર પૂર્વજોના આશીર્વાદ કાયમ રહે.  આ વખતે પિતૃપક્ષ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. જે 28 સપ્ટેમ્બર સુધી ચાલશે.  આ દરમિયાન કુલ 16 શ્રાદ્ધ કરવામાં આવશે અને પિંડદાન  સમયે થોડીક પણ બેદરકારી કરશો તો તમારા બધા પુણ્ય દાન પર પાણી ફરી શકે છે.  આવો જાણીએ આ દરમિયાન ધ્યાન રાખવાની 5 જરૂરી વાતો 
 
પહેલી સૌથી જરૂરી વાત.. કોઈપણ ગરીબ કે જરૂરમંદને ખાલી હાથ ન જવા દો. - પિતૃપક્ષમાં જો કોઈપણ તમારી પાસે ખાવાનુ કે પાણી માંગવા આવે તો તેને ક્યારેય પણ ખાલી હાથ ન જવા દો. માન્યતા છે કે આપણા પિતર એટલે કે પૂર્વજ અન્ન જળ માટે કોઈપણ રૂપમાં આપણી વચ્ચે આવી શકે છે. 
 
2. જાનવરોને ન મારો - કોઈપણ પક્ષી કે જાનવર ખાસ કરેને ગાય કૂતરુ બિલાડી કાગડાને શ્રાદ્ધ પક્ષમાં ન મારવો જોઈએ.  જાનવરોની પણ સેવા કરવી જોઈએ. તેમને ભોજન કરાવો અને પાણી પીવડાવો. 
 
3. માંસાહાર અને દારૂનો ત્યાગ -  પિતૃપક્ષ દરમિયાન ખાન પાન બિલકુલ સાધારણ હોવુ જોઈએ.  માંસ માછલી ઈંડાનુ સેવન ન કરવુ જોઈએ.  ભોજન બિલકુલ સાદુ હોવુ જોઈએ.  એટલે કે ખાવામાં ડુંગળી અને લસણનો પણ ઉપયોગ ન કરો. દારૂ અને કોઈપણ નશીલી વસ્તુઓથી દૂર રહો. 
 
 
4. બ્રહ્મચર્યનુ પાલન કરો - આ દિવસે સ્ત્રે પુરૂષે સંબંધ બનાવવાની બચવુ જોઈએ.  પરિવારમાં શાંતિ કાયમ રાખો અને ભોગ વિલાસની વસ્તુઓથી દૂર રહો. આ દિવસો દરમિયાન બની શકે એટલુ ધ્યાન તમારા પૂર્વજોની સેવામાં હોવુ જોઈએ. 
 
5. કોઈ નવુ કામ ન કરો -  કોઈપણ નવુ કામ આ દિવસોમાં શરૂ ન કરવુ જોઈએ.  શ્રાદ્ધપક્ષમાં શોક વ્યક્ત કરી પિતરોને યાદ કરવામાં આવે છે.  તેથી આ દિવસોમાં કોઈ પણ ઉત્સવ અને તહેવારનુ આયોજન ન કરો. આ ઉપરાંત કોઈ નવો સામાન પણ આ સમયે ખરીદવાથી બચો.