શ્રાદ્ધ પક્ષ - આ રીતે કરો પિતૃદોષ નિવારણ
આપણા ઘર્મ ગ્રંથોમાં પિતૃદોષને જીવનમાં અનેક મુશ્ક્લીઓનું કારણ માનવામાં આવે છે. જેને કારણે કોઈપણ વ્યક્તિનું જીવન બદતર બની શકે છે. આ પિતૃદોષ ઊંડા માનસિક, શારીરિક અને આર્થિક દુ:ખોનુ કારણ પણ બની શકે છે. શ્રાદ્ધ પક્ષમાં જો પિતૃદોષ શાંતિ માટે ઉપાય કરવામાં આવે તો તેનુ ફળ તરત જ મળી જાય છે. આજથી શ્રાદ્ધપક્ષની શરૂઆત થઈ રહી છે તેથી પિતૃદોષથી છુટકારો મેળવવા માટે એક સામાન્ય ઉપાય કરો.
રોજ સવારે સ્નાન કરી તાંબાના લોટામાં પાણી ભરીને તેમા સફેદ આંકડાના ફૂલ નાખો અને ઉગતા સૂરજને અર્ધ્ય આપો. અર્ધ્ય આપતી વખતે નીચે લખેલ મંત્રનો 21વાર જપ કરો ૐ સૂર્યાય નમ : ત્યારબાદ પિતૃઓની પ્રશંસા માટે ઘરના પૂજાના સ્થાન પર દીવો, અગરબત્તી સળગાવો. પૂજાના સમયે નીચે લખેલ મંત્ર 21 વાર જાપ કરો
ૐ પિતરાય નમ :
અન્ય ઉપાય -
પિતૃદોષ નિવારણ યંત્રનું ઘરમાં સ્થાપન કરી સવા લાખ મહામૃત્યુંજય મંત્રના જાપ કરાવીને કોઇ પણ પવિત્ર નદીના વહેતા જળમાં યંત્રનું વિસર્જન કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે.
- પાણિયારે આડી વાટનો દીવો પ્રગટાવી, ધૂપદીપ ૪૧ દિવસ સુધી કરવા અને પિતૃઓને વંદન કરી પ્રાર્થના કરવાથી પિતૃ નડતા નથી.
- ‘વિષ્ણુ સહસ્ત્ર નામ’નો પાઠ ઘેર તુલસી ક્યારા પાસે દીવો-અગરબત્તી કરીને કરવાથી પિતૃઓ શાંત થાય છે.
- દર અમાસે- ‘સર્વ પિતૃ મનોકામના શાંતિ કુરુ કુરુ સ્વાહા’ મંત્રનો જાપ કરવાથી અને અમાસના રોજ જમ્યા પહેલાં ભોજન તૈયાર કરીને પિતૃઓને ધરાવી તે ભોજન ગાય, કૂતરા, કાગડાને આપી પછી ભોજન કરવાથી ઘરના પિતૃઓ તૃપ્ત થાય છે.
- પશ્ચિમ નદીકિનારે કે એકાંત શિવાલય આગળ બેસી ચંડીપાઠ કે લઘુરુદ્ર કે નારાયણ બલિ, ત્રિપિંડી શ્રાદ્ધ સહિત કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે.