શ્રાદ્ધ પક્ષમાં રાશિ મુજબ કરો આ ઉપાય

Last Updated: સોમવાર, 25 નવેમ્બર 2019 (15:41 IST)
હિન્દુ ધર્મમાં ઋષિયો દ્વારા વર્ષના એક પક્ષને પિતૃપક્ષનુ નામ આપવામાં આવ્યુ છે. દર વર્ષે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી અશ્વિન અશ્વિન માસની અમાસ સુધી 16 દિવસ કરવામાં આવે છે. આજથી શરૂ થઈ રહ્યુ છે. આવામાં જો કેટલાક ખાસ ઉપાય પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો કાર્યક્ષેત્રમાં આશાવાદી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજે અમે તમને બતાવી રહ્યા છે કે તમે તમારી રાશિ મુજબ શ્રાદ્ધના દિવસોમાં શુ ઉપાય કરશો
મેષ રાશિ - શ્રાદ્ધ શરૂ થતા જ મેષ રાશિના જાતક લાલ કપડામાં સવા કિલો મસૂરની દાળ બાંધીને તમારા ઘર કે તમારી દુકાનમાં મુકો. આ દાળને શ્રાદ્ધ સમાપ્ત થયા પછી ગંગામાં કે કોઈ કુંડમાં વિસર્જીત કરી દો.
 
વૃષભ રાશિ - વૃષભ રાશિના જાતક ગંગા કે અન્ય કોઈપણ પવિત્ર નદીનુ જળ કોઈ માટલામાં કે કોઈ સ્વચ્છ પાત્રમાં લઈને તેને સફેદ કપડાથી ઢાંકીને શ્રાદ્ધના દિવસોમાં પોતાના ઘર કે ઓફિસમાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થયા પછી આ જળને તુલસીમાં ચઢાવી દો. ટૂંક જ સમયમાં તમને સ્થાઈ સફળતા મળવી શરૂ થઈ જશે.
 
મિથુન રાશિ - મિથુન રાશિના જાતક એક કાંસાનું વાસણ લીલા કપડામાં બાંધીને તમારા ઘર કે ઓફિસમાં પૂર્વની દિશામાં મુકો. શાનદાર સફળતાના યોગ બનશે.
 
કર્ક રાશિ - કર્ક રાશિના જાતક ચાંદીનો એક સિક્કો લઈને તેને એક વાસણમાં પાણી સાથે નાખીને ઘર કે કાર્યસ્થળ પર પૂર્વ દિશામાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થતા આ સિક્કાને કોઈ બ્રાહ્મણને દાન કરો. પિતૃના આશીર્વાદ મળશે.
 
સિંહ રાશિ - સિંહ રાશિના જાતક એક વાડકીમાં સંચળ ભરીને તેને પોતાના ઘર કે વ્યવસાય ક્ષેત્રમાં પૂર્વ દિશામાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થયા પછી આ મીઠુ કોઈ ચાર રસ્તા પર નાખી દો.
 
કન્યા રાશિ - કન્યા રાશિના જાતક એક વાડકીમાં કપૂરને ડૂબાવીને પોતાના કાર્યસ્થળ કે રહેઠાણના પૂર્વ દિશામાં મુકો. તેનાથી લાભ પ્રાપ્ત થશે.
 
તુલા રાશિ - તુલા રાશિના જાતક ચાંદીનો એક સિક્કો લઈને તેને વાસણમાં પાણી નાખીને ઘર કે કાર્ય સ્થળની પૂર્વ દિશામાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થતા આ સિક્કાને કોઈ બ્રાહ્મણને દાન કરો.
 
વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના જાતક એક વાડકીમાં સંચળ ભરીને તેને ઘર કે ઓફિસમાં પૂર્વ દિશામાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થતા આ મીઠુ કોઈ ચાર રસ્તા પર નાખી દો.
 
ધનુ રાશિ - ધનુ રાશિના જાતક પીળા કપડામાં કોઈપણ ધાર્મિક પુસ્તક લપેટીને પોતાના ઘર કે કાર્યક્ષેત્રમાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થતા આ પુસ્તકને કોઈને ભેટ આપી દો.
 
મકર રાશિ - મકર રાશિના જાતક નારિયળના તેલમાં કાળા તલ અને એક નારિયળ પર કાળો દોરો બાંધીને તે બંનેને તમારા ઘર કે ઓફિસમાં પૂર્વ ખૂણામાં મુકો.. શ્રાદ્ધ સમાપ્ત થતા તેને કોઈ ચાર રસ્તા પર નાખી દો.. તમને મનવાંછિત લાભની પ્રાપ્તિ થશે.
 
કુંભ રાશિ - કુંભ રાશિના જાતક એક કાંસાનું વાસણ લીલા કપડામાં બાંધીને તમારા ઘર કે ઓફિસની પૂર્વ દિશામાં મુકો. શાનદાર સફળતાના યોગ બનશે.
 
મીન રાશિ - મીન રાશિના જાતક 21 સિક્કા પીળા કપડામાં બાંધીને તમારા ઘર કે કાર્ય સ્થળના ઉત્તર પૂર્વના ખૂણામાં મુકો. શ્રાદ્ધ સમાપ્ત થતા આ સિક્કાને કોઈ બ્રાહ્મણને દાન આપો. ધન લાભ થશે.
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવોઆ પણ વાંચો :