1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (14:32 IST)

હરિદ્વારના બ્રહ્મકુંડમાં જ કેમ કરાય છે અસ્થિ વિસર્જન?

સનાતન પરંપરામાં માણસ જીવનની શરૂઆતથી લઈને તેની અંતિમ યાત્રા સુધી ગંગાથી જોડાયેલો રહે છે. જીવતા જીવ કોઈ પાપથી મુક્તિ માટે તો કોઈ મોક્ષની કામના લઈને ગંગામાં ડુબકી લગાવે છે. તો અંતિમ સંસ્કાર પછી પણ તેમની અસ્થિઓનું વિસર્જન ગંગામાં કરવામાં આવે છે.
જ્યારે પૃથ્વી પર ગંગા અવતરણ થયું 
હરિદ્વારન તીર્થ પુરોહિતનું પંડિત કહે છે જે હરિદ્વાર હમેશાથી ઋષિઓની તપસ્થળી રહી છે. હરિદ્વારની હરકી પોડીમાં અસ્થિ વિસર્જન કરવાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે રાજા સાગરના વંશજ રાજા ભગીરથે પોતાના વડવાઓના ઉદ્ધાર માટે કઠિન તપસ્યા કરીને  માતા ગંગાને ધરતી પર ઉતારી લાવ્યા હતા. 
 
સ્પર્શ માત્રથી મળે છે મોક્ષ
સ્વર્ગથી ઉતરીને માતા ગંગા ભગવાન શિવજીની જટાઓમાંથી નિકળીને રાજા ભગીરથની પાછળ પાછળ ચાલી નિકળી. જ્યારે રાજા ભગીરથ ગંગા નદીને લઈને હરિદ્વાર પહોંચ્યા તો સાગરના પૌત્રોના ભસ્મ થયેલા અવશેષોને ગંગાનો સ્પર્શ માત્ર થતાં જ તેમનો મોક્ષ થઈ ગયો. એ સ્થળ આ બ્રહ્મકુંડ છે. તે પછી આ પાવન ધાટ પર  અસ્થિ વિસર્જન થવા લાગ્યું. માન્યતા છે કે જ્યાં સુધી ગંગામાં વ્યક્તિની અસ્થિઓ રહે છે ત્યાં સુધી તે વ્યક્તિ સ્વર્ગની અધિકારિ બન્યું રહે છે. આ પવિત્રતાને ધ્યાનમાં રાખીને અંતિમ સમયે પણ વ્યક્તિના મુખમાં ગંગાજળ નાંખવામાં આવે છે.
અનિષ્ટની આશંકાનો હોય છે અંત
માનવામાં આવે છે કે અનિષ્ટકારી શક્તિઓ જેવી કે ભૂત-પ્રેત જેવા માટે અસ્થિઓ તથા સૂક્ષ્મ દેહ પર નિયંત્રણ કરીને તેનો દુરપયોગ કરવો આસાન થઈ જાય છે. એવામાં જો અસ્થિઓ ભૂમિ પર એક સાથે મળી જાય તો તેમના દ્વારા અનિષ્ટની આશંકા વધી જાય છે. તો પવિત્ર નદી કે સમુદ્ર આદિના જળમાં અસ્થિ વિસર્જન કરવાથી અસ્થિઓ જળમાં વિખેરાય જાય છે. એવામાં અનિષ્ટકારી શક્તિઓ એકત્રિત થઈ શકતી નથી.
 
આ રીતે મળ્યું બ્રહ્માને વરદાન 
પૌરાણિક કથા મુજબ રાજા સ્વેતએ હરકી પોડીમાં ભગવાન બ્રહ્માની ઘોર તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન માંગવા કહ્યુ હતુ. ત્યારે રાજા સ્વેતે તેમની પાસે હરકી પોડી ઈશ્વરના નામથી ઓળખવામાં આવે, એવું વરદાન માંગ્યુ હતુ. તે સમયથી હરકી પોડીના પાણીને બ્રહ્મકુંડના નામથી ઓળખવામાં આવે છે.