રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 જૂન 2019 (14:42 IST)

સુરતના ત્રણ યુવાનો હરિદ્વાર ગંગા નદીમાં ડુબ્યા, 1નું મોત, 2 લાપતા

સુરતના ત્રણ પરિવાર પર અચાનક આફત આવી પડી છે. સુરતના ત્રણ યુવક ઋષિકેશમાં શિવપુરીના નજીક ગંગામાં નાહ્વા સમયે ડુબી ગયા. મોડી સાંજે પોલીસે રેસક્યુ અભિયાન ચલાવી એક યુવકની લાસ શોધી કાઢી છે. જ્યારે બે યુવાનોને શોધવા માટે શનિવાર સવારથી રેસક્યૂ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ, આ સમાચાર લખાય ત્યાં સુધી કોઈ પત્તો નથી લાગ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતથી 15 યુવાનોની ટીમ શિવપુરી ફરવા માટે ગઈ હતી.

આ દરમ્યાન સાંજે 4 કલાકની આસપાસ સુરતના ત્રણ યુવોક ગંગામાં નાહ્વા માટે ગયા. નાહ્વા દરમ્યાન તેમાંથી એક યુવક ફેનિલ ઠક્કર (22)નો અચાનક પગ લપસ્યો અને તે ગંગાના વ્હેણમાં તણાવા લાગ્યો. પોતાના મિત્રને પાણીમાં તણાતો જોઈ તેને બચાવવા તેની સાથે ન્હાવા ગયેલા બે યુવાનો કુનાલ કૌસાડી અને જેનિસ પટેલ પણ ગંગાના ઝડપી વ્હેણમાં કૂદી પડ્યા. ત્યારબાદ ત્રણે યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ તંત્રને થતા ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ અને એસડીઆરએફએ માંડી સાંજ સુધી રેસક્યૂ અભિયાન ચલાવ્યું અને એક યુવક ફેનિલ ઠક્કરની લાસ મળી આવી છે. શિવપુરી ચોકીના અધિકારી નીરજ રાવતે જણાવ્યું કે, અંધારૂ વધારે હોવાના કારણે રેસક્યૂ અભિયાન રોકવું પડ્યું. બાકી બંને યુવકોની શોધખોળ શનીવારે સવારથી ફરી શરૂ કરી દેવામાં આવશે. આ બાજુ જેનિષના પિતા પોતાના દીકરાને શોધવાની આશાએ હરિદ્વાર જવા રવાના થઈ ગયા છે. નેતા સી આર પાટીલે જણાવ્યું કે, હું સતત ઉત્તરાખંડ તંત્રના સંપર્કમાં છુ. ઉત્ત્રાખંડ તરફથી મદદ કરવામાં આવી રહી છે.