શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: સોમવાર, 27 ઑગસ્ટ 2018 (01:39 IST)

શા માટે કરાય શ્રાવણ સોમવારનો વ્રત, શું હોય છે ખાવામાં ખાસ

શ્રાવણ માસ ભગવાન શિવની પૂજા આરાધનાનો સૌથી ઉત્તમ માસ ગણાય છે. આ દિવસે શિવજીની પૂજા કરી વ્રત પણ રખાય છે. માન્યતા છે કે શ્રાવણ સોમવારના વ્રત રાખતા ભક્તોને ભગવાન શિવ મનવાંછિત ફળ આપે છે. વ્રતના સમયે ફળાહાર ક કરાય છે. 
તેથી રખાય છે વ્રત 
-મનોકામની પૂર્તિ માટે 
-પતિની લાંબી ઉમર માટે 
-સુખી વૈવાહિત જીવન પસાર કરવા 
- આ વ્રત ન માત્ર પતિ પણ બાળકોને સુખ સમૃદ્ધિ આપે છે. 
 
કેવી રીતે રાખીએ છે વ્રત શું હોય છે ફળાહાર 
- શ્રાવણ મહીનાના વ્રતમાં કોઈ માત્ર મહીનામાં આવતા 4-5 સોમવારનો વ્રત કરે છે તો કોઈ પૂરા 16 સોમવારનો. 
- વ્રતના સમયે ફળાહાર કરાય છે. ઘણા વ્રત ધારી આખા દિવસમાં એક જ વાર ખાઈએ છે. 
- સામાન્ય રીતે વ્રતના સમયે સિંધાલૂણ મીઠાનો ઉપયોગ કરાય છે. જણાવીએ કે ઘણા લોકો આ સમયે મીઠુંનો ત્યાગ પણ કરે છે. 
- ફલાહારમાં સાબૂદાણાથી બનેલી વસ્તુઓ જેમ કે ખિચડી, વડા, ખીર વગેરે શામેલ હોય છે. 
- કૂટ્ટૂ અને સિંઘાડાના લોટના પરાઠાં, પૂરી અને બટાકાના ભજીયા 
- ફળ, ફળ અને મિક્સ વેજીટેબલ જ્યૂસ 
- દૂધ, દહીં, ખીર 
- ગળ્યુંમાં માવાની મિઠાઈઓ વગેરે વ્રતમાં ખાઈ શકાય છે.