રવિવાર, 21 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : સોમવાર, 13 ઑગસ્ટ 2018 (11:32 IST)

આ છે શ્રાવણના અચૂક ઉપાય , બનાવી શકે છે તમને માલામાલ

ભગવાન શિવ બહુ ભોળા છે જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી એને મત્ર એક લોટો   પાણી પણ આપે તો પણ એ પ્રસન્ન થઈ જાય છે. આથી એને ભોલેનાથ પણ કહેવાઅ છે શ્રાવણમાં શિવ ભક્ત ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય કરે છે. 
કઈક એવા જ નાના અને અચૂક ઉપાય વિશે શિવ પુરાણમાં પણ લખ્યું છે આ ઉપાય આટલા સરળ છે કે એને ખૂબ સરળતાથી કરી શકાય છે. દરેક સમ્સ્યાના સમાધાન માટે શિવપુરાનમાં એક જુદા ઉપાય જણાવ્યું છે . શ્રાવણમાં આ ઉપાય વિધિ-વિધાનથી કરવાથી ભક્તોની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. આ ઉપાય આ રીત છે. 
 

 
શિવપુરાણ મુજબ , ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાય આ રીતે છે. 
 
1. ભગવાન શિવને ચોખા ચઢાવવાથી ધનની પ્રાપ્તિ હોય છે. 
2. તલ ચઢાવવાથી પાપોના નાશ થઈ જાય છે. 
 

3. જવ અર્પિત કરવાથી સુખ માં વૃદ્ધિ થાય છે. 
4. ઘઉં ચઢાવવાથી સંતાન વૃદ્ધિ હોય છે.