સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By

Sawan Somvar - રાશિ પ્રમાણે ભોળાનાથને શું અર્પણ કરશો? (Video)

વિવિધ રાશિઓની વ્યક્તિઓ જો નીચે જણાવેલાં દ્રવ્યો ભગવાન શંકરને અર્પણ કરે તો ગ્રહોનો અશુભ પ્રભાવ શાંત થાય છે અને તેના પર શિવકૃપા વરસે છે.

મેષઃ મધ, ગોળ, શેરડીનો રસ અને લાલ ફૂલ શિવજીને અર્પણ કરો અને 'ૐ મમલેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.

વૃષભઃ ગાયનું કાચું દૂધ, દહીં અને સફેદ રંગનાં સુગંધિત ફૂલ અર્પણ કરો અને 'ૐ નાગેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.

મિથુનઃ લીલા રંગનાં ફળોનો રસ, મગ અને બીલીપત્ર અર્પણ કરો અને 'ૐ ભૂતેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.

કર્કઃ ગાયનું કાચું દૂધ, માખણ, મગ અને બીલીપત્ર અર્પણ કરો અને મહાદેવના 'દ્વાદશ નામ'નું સ્મરણ કરો.



P.R
સિંહઃ મધ, ગોળ, ગાયનું ઘી અને સુગંધિત લાલ ફૂલ અર્પણ કરો અને 'ૐ નમઃ શિવાય ।' મંત્રની એક માળા કરો.

કન્યાઃ લીલા રંગનાં ફૂલ, બીલીપત્ર, મગ અને લીલા રંગનાં ફળોનો રસ અર્પણ કરો અને 'શિવ ચાલીસા'નો પાઠ કરો.

તુલાઃ ગાયનું કાચું દૂધ, દહીં, માખણ, ઘી અને ગંગાજળ અર્પણ કરો અને 'શિવાષ્ટક'નો પાઠ કરો.

વૃશ્ચિકઃ ગાયનું શુદ્ધ ઘી, ગોળ, મધ, બીલીપત્ર, ગંગાજળ અને સુગંધિત લાલ રંગનાં ફૂલ અર્પણ કરો અને 'ૐ અંગારેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.
P.R

ધનઃ બદામ, પીળા રંગનાં ફળોનો રસ, ગાયનું ઘી, ગંગાજળ અને પીળા રંગનાં સુગંધિત ફૂલ અર્પણ કરો અને 'ૐ રામેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.

મકરઃ તલનું તેલ, ગાયનું કાચું દૂધ, નીલા રંગનાં ફૂલ અને જાંબુ અર્પણ કરો અને 'શિવ સહસ્ત્રનામ'નો પાઠ કરો.

કુંભઃ સરસવનું તેલ, તલનું તેલ, ગાયનું કાચું દૂધ, ગંગાજળ અને નીલા રંગનાં ફૂલ અર્પણ કરો અને 'ૐ નમઃ શિવાય ।' મંત્રનો જાપ કરો.

મીનઃ પીળા રંગનાં ફળ, બદામ, બીલીપત્ર, મધ, શેરડીનો રસ અને પીળા રંગનાં સુગંધિત ફૂલ અર્પણ કરો અને 'ૐ ભૌમેશ્વરાય નમઃ ।' મંત્રનો જાપ કરો.