સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. 10 ગુરુ
Written By વેબ દુનિયા|

ગુરૂ અરજન દેવ : શહીદોના સરતાજ

શીખોના પાંચમા ગુરૂ

W.D
શ્રી ગુરૂ અરજદેવ સાહિબ શીખોના પાંચમા ગુરુ હતાં. એક વખત બાદશાહ જહાંગીરનો ચંદુ દિવાન તેમની પાસે તેમના પુત્ર શ્રી ગુરૂ હરગોવિંદ સાહેબજીનો સંબંધ લેવા માટે આવ્યો હતો. પરંતુ ચંદુ દિવાનના ગુરૂઘર વિશે ખોટા વિચાર જાણીને તેમણે સંબંધ આપવાની ના પાડી દિધી. આ વાતને લીધે ગુસ્સે થયેલ ચંદુએ બાદશાહ જહાંગીરના કાન ભરવાના શરૂ કરી દિધા.

બાદશાહ જહાંગીર તો પહેલાથી જ ગુરૂજીની વિરુદ્ધ હતો. તે અકબરના સમયથી જ એવું ઈચ્છતો હતો કે ગુરૂ નાનક દેવજીના પ્રચારને રોકી દેવામાં આવે. હકીકતમાં જહાંગીરને આ વાત ગમી નહિ કે મુસલમાન ગુરૂજીના સેવક બને. પરંતુ ગુરૂજી તો બધાને પ્રેમ કરતાં હતાં અને તેમના ઉપદેશ પણ બધાને માટે હોતા, એટલા માટે તેમની પાસે તો દરેક ધર્મના લોકો આવતાં હતાં અને શ્રદ્ધાથી તેમના આગળ માથુ નમાવતાં હતાં.

ગુરૂજીને પ્રત્યે લોકોની વધતી જતી શ્રદ્ધા જહાંગીરથી જોવાતી ન હતી. તેમણે ગુરૂજીને ઈસ્લામ ધર્મ ધારણ કરવા માટે કહ્યું, પરંતુ ગુરૂજીએ તે વાતની મનાઈ કરી દિધી. આ વાતને લીધે તેમનાથી ગુસ્સે જહાંગીર ચંદુના ભડકાવામાં સરળતાથી આવી ગયો અને ગુરૂજીની સાથે બદલો લેવા માટે આતુર થઈ ગયો. તેણે ગુરૂજીને બંદી બનાવી લીધા. ગુરૂજી અને તેમની સાથે પાંચ શીખ સ્વયં લોહાર જવા માટે રાજી થઈ ગયાં.

લાહોર પહોચીને જહાંગીરે ગુરૂજીને અમુક સવાલ પુછ્યાં. જેમના ગુરૂજીએ યોગ્ય જવાબ આપ્યાં. તે પછી જહાંગીરે પોતાની અમુક વાતોને મનાવવા માટે ગુરૂજી પર દબાણ કરવાનું ચાલુ કર્યું. જેની અંદર ઈસ્લામ ધર્મ ધારણ કરવો અને આદિ ગ્રંથ સાહેબમાં અમુક વાતોનો સમાવેશ કરવો વગેરે હતું. આ વાતોને માનવા માટે ગુરૂજી તૈયાર ન હતાં. તેથી તેમણે કહ્યું કે તેઓ શરીર ત્યાગ કરી શકે છે પરંતુ ધર્મ નહિ. જ્યારે જહાંગીરની કોઈ પણ શરત ન માનવામાં આવી ત્યારે તેણે ગુરૂજીને કષ્ટ આપીને શહીદ કરવાનું ચાલુ કર્યું.

ગુરૂજીને અષાઢ મહિનામાં તપતી રેત પર બેસાડવામાં આવ્યાં. ત્યાર પછી ગુરૂજીને ઉકળતા પાણીમાં બેસાડવામાં આવ્યાં. ત્યાર બાદ તપતાં તવા પર બેસાડીને ઉપરથી ગરમ રેત નાંખવામાં આવી. તેમનું આખુ શરીર ફોલ્લાઓથી ભરાઈ ગયું ત્યારે તેમના હાથ પગ બાંધીને તેમને રાવી દરિયામાં છોડી દેવામાં આવ્યાં. આ રીતે ગુરૂજીને કેટલાયે કષ્ટ આપીને હેરાન કરવામાં આવ્યાં અને અંતે શહીદ કરી દેવાયા. પરંતુ છેલ્લા સમય સુધી ગુરૂ સાહેબજીએ બધા જ કષ્ટને શાંત મોઢે સહન કર્યા, પણ ધર્મ ન છોડ્યો.

આટલા બધા કષ્ટ આપવા છતાં પણ ગુરૂજીએ આહ સુધી ન કર્યું. તેથી જ તેમને શહીદોના શરતાજ કહેવામાં આવે છે.