પેસ-સાનિયા જીત્યાં, સોમદેવ-પ્રકાશ બહાર

મેલબોર્ન | ભાષા| Last Modified શનિવાર, 23 જાન્યુઆરી 2010 (17:38 IST)

સાનિયા મિર્જા અને લિએંડરે પેસે પોતપોતાનો મેચ જીતીને ઓસ્ટ્રેલિયાઈ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતની આશાઓને જીવંત રાખી છે પરંતુ સોમદેવ દેવવર્મન અને પ્રકાશ અમૃતરાજની જોડીને પરાજયનો સામનો કરવો પડ્યો છે.

સાનિયા અને તેની જોડીદાર વર્જીનિયા રુઆનો પાસ્કલે ખરાબ શરૂઆતથી બહાર આવતા મહિલા યુગલના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો.

ભારત અને સ્પેનની 10 મી વરીયતા પ્રાપ્ત જોડીએ મેલબોર્ન પાર્કમાં બીજા રાઉન્ડના મુકાબલામાં સ્વિટજરલેન્ડની તીમિયા બાકસિન્જી અને ઈટાલીની તાતિયાના ગાર્બિનને 7-6,6-3 થી હરાવી. સાનિયા અને પાસ્કલની જોડી પ્રથમ સેટમાં 1-4 થી પાછળ રહી હતી પરંતુ આ બન્નેએ પુનરાગમન કરતા મેચ જીતી લીધો.
ભારત અને સ્પેનની આ જોડી આગામી રાઉન્ડમાં મેલિંડા જિંક અને નતાલી ગ્રેંડિન તથા એલિસા ક્લેબાનોવા અને ફ્રાંસેસ્કા શિયાવોન વચ્ચે યોજાનારા મેચની વિજેતા સાથે ટકરાશે.

અનુભવી પેસ અને ઝિમ્મ્બાબ્વેની તેની જોડીદારા કારા બ્લેકને પણ પ્રથમ રાઉન્ડમાં જોરદાર ટક્કર મળી. આ જોડીએ મિશ્રિત યુગલના પ્રથમ રાઉન્ડમાં સોફી ફર્ગ્યૂસન અને કાસ્ટર્ન બોલની સ્થાનીય વાઈલ્ડકાર્ડ ધારક જોડીને 7-5, 7-5 થી હરાવી.


આ પણ વાંચો :