સાનિયા યુગલ વર્ગમાં પણ હારી

દુબઈ| ભાષા|

ભારતની સર્વોચ્ચ રેકિંગ ઘરાવતી મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્જા 20 લાખ ડોલર ઈનામી દુબઈ ટેનિસ ચેમ્પિયનશીપના યુગલ મુકાબલામાંથી બહાર થઈ ગઈ છે.

સાનિયાએ સોમવારે એકલ મુકાબલાના પ્રથમ દાવમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સત્રમાં તે ચોથીવાર એકલ મુકાબલામાં પ્રથમ દાવમાંથી બહાર થઈ ગઈ છે. યુગલ મુકાબલામાં સાનિયાએ સ્પેનની ખેલાડી વર્જિનિયા રુઆનો પાસ્કવેલને પોતાનો જોડીદાર બનાવ્યો હતો.

સાનિયા અને પાસ્કવેલની સાતમી વરીય જોડીએ ચીનની જેઈ ઝેંગ અને ચીની તાઈપેની ચાન યુંગ જાનની જોડીને મંગળવારે 6-3,6-3થી પરાજીત કરી.


આ પણ વાંચો :