શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: રવિવાર, 7 ઑગસ્ટ 2022 (16:10 IST)

તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ૧૭મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન

તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાંસ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા તા.૧લી સપ્ટેમ્બર-૨૦૨૨ થી ૩જી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન ૧૭મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ગ્રામિણ ઓલમ્પિકમાં ભાઇઓ માટેટુંકી દોડ, લાંબીદોડ (૪X૧૦૦ મીટર રીલે દોડ), લાંબી દોડ ૩૦૦૦ મીટર, લાંબીકૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, સ્લો સાયકલીંગ, મત્સ્યવેધ (આર્ચરી), કબડ્ડી, રસ્સા ખેંચ, લાકડી ફેરવવી , ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, અશ્વ હરીફાઇ રેવાલ જેવી રમતોનો સમાવેશ કરવામં આવ્યો છે. 
 
જ્યારે બહેનો માટે ટુંકીદોડ, લાંબી દોડ, (૪ X૧૦૦ મીટર રીલે દોડ), ૩૦૦૦ મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલીબોલ ,કબડ્ડી, લંગડી, દોરડા કુદ (રોપ સ્કીંપીગ) માટલા દોડ, નારગોચું (નારગોલ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે તેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની યાદીમાં જણાવાયું છે.
 
આ ગ્રામિણ ઓલમ્પિકમાં ભાગ લેવા ઇચ્છતી આપના જીલ્લાની ટીમોની તેમજ ઇચ્છુક રમતવીરોની એન્ટ્રીઓ “જીલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ.આર.ચૌહાણ (૯૮૯૮૯૭૪૪૪૮)- સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પીનીંગ મીલ સામે, મીલ રોડ, જી.સુરેન્દ્રનગર મું.લીંબડી-૩૬૩૪૨૧”ને તા.૨૨ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં સમયસર મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. આ અંગેના એન્ટ્રી ફોર્મ દરેક જીલ્લાના જીલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતેથી ઉપલબ્ધ થશેતેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરનામુખ્ય કોચની યાદીમાં વધુમાં જણાવાયુ છે.