બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : શનિવાર, 6 ઑગસ્ટ 2022 (00:25 IST)

સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને દીપક પુનિયાએ કુસ્તીમાં જીત્યો ગોલ્ડ, ભારતને કુલ ગોલ્ડ મેડલની સંખ્યા થઈ 9

india win gold
CWG 2022, DAY 8 LIVE UPDATES: બર્મિંગધમમાં યોજાયેલી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટર્સે અત્યાર સુધીમાં કુલ 10 મેડલ જીતીને પ્રભુત્વ જમાવ્યું છે. પ્રથમ 7 દિવસમાં ભારતના ખાતામાં કુલ 20 મેડલ આવી ગયા છે. જેમાં છ ગોલ્ડ, સાત સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આઠમા દિવસ એટલે કે શુક્રવારથી કુસ્તીનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે ભારતના બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા સ્ટાર રેસલર એક્શનમાં જોવા મળશે. તે જ સમયે, ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા હોકી ટીમો વચ્ચે સેમિફાઇનલ મેચ પણ રમાશે.
 
- સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યો, ભારતને આઠમો ગોલ્ડ મેડલ મળ્યો 
ભારતીય કુસ્તીબાજ સાક્ષી મલિકે મહિલાઓની 62 કિગ્રા ફ્રી સ્ટાઈલની ફાઈનલ મેચમાં કેનેડિયન રેસલરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતનો આ આઠમો ગોલ્ડ મેડલ છે.

-ભારતીય રેસલર દીપક પુનિયાએ  જીત્યો ગોલ્ડ મેડલ
દીપક પુનિયાએ અંતિમ મુકાબલામાં પાકિસ્તાની કુસ્તીબાજ મોહમ્મદ ઈમાનને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે ભારતને નવમો ગોલ્ડ મેડલ પણ મળ્યો છે.
 
- ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો, ભારતને સાતમો ગોલ્ડ મેડલ મળ્યો
ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પુરૂષોની 65 કિગ્રા ફ્રી સ્ટાઇલની ફાઇનલમાં કેનેડાના લચલાન મેકલિનને 9-2થી હરાવ્યો હતો. આ જીત સાથે પુનિયાએ ભારતનો સાતમો ગોલ્ડ મેડલ કોથળામાં મુક્યો હતો.
 
- અંશુ મલિક સિલ્વર મેડલ જીત્યો, ફાઇનલમાં નાઇજીરિયાના કુસ્તીબાજ સામે હારી ગયો
ભારતીય કુસ્તીબાજ અંશુ મલિક મહિલાઓની 57 કિગ્રા ફ્રી સ્ટાઈલની ફાઇનલમાં નાઈજીરિયાના કુસ્તીબાજ ઓડુનાયો અદિકુરોઆ સામે 4-6થી હારી ગઈ હતી. આ હાર છતાં તે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી
 
-ભારતીય મિક્સ ડબલ્સની જોડી સેમી ફાઇનલમાં પહોંચી છે
અચંતા શરથ કમલ અને શ્રીજા અકુલાની જોડી ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડની પિચફોર્ડ અને હોને 3-2થી પરાજય આપ્યો હતો. .