સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑગસ્ટ 2025 (16:59 IST)

Diamond League Final: નીરજ ચોપડાની નજર ટ્રોફી જીતવા પર, જાણો કેટલા વાગે શરૂ થશે અને ક્યા જોઈ શકો છો

neeraj chopra
neeraj chopra
ડાયમંડ લીગ 2025 ની ફાઇનલ મેચ 28 ઓગસ્ટના રોજ ઝુરિચમાં યોજાશે જેમાં નીરજ ચોપરા પણ એક્શનમાં જોવા મળશે. નીરજ ચોપરાએ ડાયમંડ લીગના 2 લેગમાં ભાગ લઈને અને કુલ 15 પોઈન્ટ મેળવીને ફાઇનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. અત્યાર સુધીનો તેમનો શ્રેષ્ઠ થ્રો 90.23 મીટર હતો, જેમાં તે ફાઇનલ મેચમાં વધુ સુધારો કરવા માંગશે. નીરજ અગાઉ 2022 માં ડાયમંડ લીગ ટ્રોફી જીતી ચૂક્યો છે.
 
નીરજનો આ દિગ્ગજો સાથે થશે સામનો 
નીરજ ચોપરા માટે ડાયમંડ લીગ 2025 ની ફાઇનલ મેચ જીતવી સરળ રહેશે નહીં, જ્યાં તેનો મુકાબલો ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ, જર્મનીના જુલિયન વેબર અને કેન્યાના ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન જુલિયસ યેગો જેવા દિગ્ગજ ખેલાડીઓ સામે થશે. આ સિઝનની વાત કરીએ તો, નીરજ ચોપરા અને જુલિયન વેબર વચ્ચે કઠિન સ્પર્ધા રહી છે. નીરજએ પેરિસ લેગમાં 88.16 મીટરના થ્રો સાથે જીત મેળવી હતી, જ્યારે વેબરે દોહા લેગમાં નીરજને 87.88 મીટરના થ્રો સાથે હરાવ્યો હતો. આવી સ્થિતિમાં, ફાઇનલ મેચમાં બંને વચ્ચે કઠિન સ્પર્ધાની અપેક્ષા રાખી શકાય છે. આવી સ્થિતિમાં, નીરજ ચોપરા બીજી વખત આ ટાઇટલ જીતવા માટે નજર રાખશે. 
 
ક્યા જોઈ શકો છો ડાયમંડ લીગ 2025 નો ફાઈનલ મુકાબલો 
27 ઓગસ્ટના રોજ જ્યુરિખમાં થનારા ડાયમંડ લીગની ફાઈનલ હરીફાઈને લઈને વાત કરવામાં આવે તો તેની શરૂઆત સમય મુજબ રાત્રે 11.15 વાગે થશે. જેમા આ ઈવેંટનુ સીધુ પ્રસારણ ભારતીય ફેંસ ડાયમંડ લીગના યુટ્યુબ પર જોઈ શકાય છે.  ઉલ્લેખનીય છે કે ડાયમંડ લીગ 2025માં જૈવલિન થ્રો ઈવેંટનુ સીધુ પ્રસારણ ભારતીય ફેંસ ડાયમંડ લીગના યુટ્યુબ ચેનલ પર જોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લીગ 2025 માં જૈવલિન થ્રો ઈવેંટનો ફાઈનલ મુકાબલામાં નીરજ ચોપરા સહિત કુલ 7 ખેલાડી ભાગ લેશે જેમા સાઈમન વીલેંડ, એંડ્રિયન માર્ડારે, જૂલિયસ યેગો, કેશોર્ન વાલ્કોટ, એંડરસન પીટર્સ, જૂલિયન વેબરનુ નામ સામેલ છે.