શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 19 જૂન 2021 (19:37 IST)

પંચત્વમાં વિલીન થયા ફ્લાઈંગ સિખ મિલ્ખા સિંહ, રાજકીય સમ્માનની સાથે આપવામાં અંતિમ વિદાય

ભારતના મહાન દોડવીર 'ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ પંચત્વમાં વિલીન થઈ ગયા. મિલ્ખા સિંહનું લગભગ એક મહિના સુધી કોરોના મહામારી સામે લડ્યા બાદ આજે ચંદીગઢના પીજીઆઈએમઆર ખાતે નિધન થયું હતું. તેઓ 91 વર્ષના હતા. એક અઠવાડિયા પહેલા તેમની પત્ની અને ભારતીય વોલીબોડ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન નિર્મલ કૌરનું પણ નિધન થયું હતું.
 
મિલ્ખા સિંહના અંતિમ વિધિ દરમિયાન કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુ, વી.પી.સિંહ બદનોર સ્મશાનગૃહમાં હાજર રહ્યા હતા આ સાથે, ઘણા મંત્રીઓ, મોટા નેતાઓ અને પંજાબ સરકારના અધિકારીઓ પણ હાજર હતા. મિલ્ખા સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  તેમના અંતિમ સંસ્કારની વિધિમાં સામેલ થવા માટે આવેલા કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી કિરણ રિજ્જુએ કહ્યું કે જ્યારે ભારતમાં સ્પોર્ટ પ્રત્યે એટલી જાગૃતિ ન હતી તેવા સમયમાં મિલ્ખા સિંહ જ એક એવી વ્યક્તિ હતી કે જેમણે ભારતનો ધ્વજ સમગ્ર વિશ્વમાં લહેરાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ આવી રહી છે ત્યારે જે પણ ખેલાડી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે, અમે તે પ્રદર્શન મિલ્ખા સિંહને સમર્પિત કરશું.
 
 
દરમિયાન ચંડીગઢના મટકા ચોક સ્થિત સ્મશાન ઘાટમાં કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂ, પંજાબના રાજ્યપાલ અને પંજાબના ખેલમંત્રી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આ પહેલા પંજાબના મુખ્યમંક્રી કેપ્ટમ અમરિંદર સિંહે તેમને ઘરે જઈ શ્રદ્ધાંજલિ આપી હતી. મિલ્ખા સિંહના સન્માનમાં પંજાબમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 
 
મિલ્ખા સિંહે શુક્રવારે રાત્રે 11.30 કલાકે ચંડીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષીય મિલ્ખા સિંહ કોરોનાથી સંક્રમિત થયા હતા. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા તેમના પત્ની નિર્મલ કૌરનું પણ કોરોનાથી નિધન થયું હતું.