શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (17:07 IST)

આગામી એશિયન જુનિયર કપમાં ગુજરાતી દેવ જાવીઆ અને આર્યન ઝવેરી ભારતીય ટીમનું પ્રતિનિધિત્‍વ કરશે

એશિયન ટેનિસ ફેડરેશન દ્વારા અંડર-૧૪ વર્ગના ખેલાડીઓ માટે યોજાતા કતાર એશિયન જુનિયર કપમાં આ વર્ષે ગુજરાત ટેનિસ સ્‍ટાર શ્રી દેવ જાવીઆ અને શ્રી આર્યન ઝવેરી ભારતીય ટીમનું પ્રતિનિધત્‍વ કરશે. આ જુનિયર કપમાં ૧૧ થી વધુ દેશના પ્રથમ હરોળના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. રાજ્ય સરકારની રમતગમતને પ્રોત્‍સાહન આપતી શક્તિદૂત યોજના હેઠળના લાભાર્થી પ્રતિભાશાળી ખેલાડીઓ આર્યન ઝવેરી તેમજ દેવ જાવીઆ પ્રથમ અને દ્વિતીય ક્રમ ધરાવે છે. ગુજરાત સરકારની રમતગમત ક્ષેત્રે ખેલાડીનોને પ્રોત્‍સાહિત કરતી ફલેગશીપ યોજના શકિતદૂત અંતર્ગત વર્ષ દરમિયાન રૂા.રપ લાખ સુધીની નિડબેઝ સહાય આપવામાં આવે છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, આર્યન ઝવેરી અગાઉ આઇટીએફ એશિયા અંડર-૧૪ ચેમ્‍પિયનશિપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્‍વ કરી સિલ્‍વર મેડલ તેમજ રાષ્‍ટ્રીય કક્ષાની વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લઇ ચૂક્યા છે. દેવ જાવીઆ રોડ ટુ વિમ્‍બલડન ર૦૧પ જુનિયર માસ્‍ટરમાં ગોલ્‍ડ મેડલ, આઇટીએફ એશિયા અંડર-૧૪ ચેમ્‍પિયનશીપ ર૦૧પમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્‍વ કરી સિલ્‍વર મેડલ વિજેતા છે. આ પસંદગી માટે સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દેવ જાવીઆ અને શ્રી આર્યન ઝવેરીને ગૌરવશાળી તક મેળવવા બદલ અભિનંદન પાઠવીને આગામી જુનિયર કપમાં સફળતા માટે શુભેચ્‍છા આપી હતી.