ભારતીય મહિલા ટીમે 4x400 મીટર રિલેમાં રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ
Women 4x400m Relay
એશિયન ગેમ્સ 2026 માં ભારતને એક વધુ ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતીય વુમેન્સ ટીમે 4x400 મીટર રીલે રેસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સમાં 2018 પછી આ પહેલીવાર છે જ્યારે ભારતીય મહિલા ટીમે 4x400 મીટર રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતના ખાતામાં છઠ્ઠો ગોલ્ડ મેડલ આવ્યો છે. નાગોયામાં ભારતીય મહિલા એથલેટિક્સ ટીમે એવુ પ્રદર્શન કર્યુ, જેને રિલે ટ્રેક પર રોંમાંચની બધી હદ પાર કરી નાખી. જોરદાર ટક્કર વચ્ચે ભારતીય ચોકડીએ મહિલાઓની 4x400 મીટર રિલે માં ગોલ્ડ મેડલ જીતી લીધો. કિરણ પાહલ, પૂવમ્મા એમઆર. પ્રાંચી અને વિથ્યા રામરાજની ટીમે 3 મિનિટ 29.69 સેકંડનો સમય કાઢીને ભારતને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો. ભારતની પાછળ બહરીનની ટીમે પણ જોરદાર પડકાર આપ્યો. બહરીને 3 મિનિટ 30.21 સેકંડનો સમય આપીને સિલ્વર મેડલ જીત્યો. જ્યારે કે ચીને 3 મિનિટ 31.02 સેકંડમાં રેસ પુરી કરી અને બ્રોંઝ મેડલ મેળવવામાં સફળતા મેળવી.
ભારતની સ્ટાર્ટ સ્લો રહી
જોકે, ભારતની શરૂઆત ખૂબ ઝડપી નહોતી. ઓપનર કિરણ પહલે થોડો સમય વહેલો ગુમાવ્યો, અને જ્યારે તેણે પૂવમ્મા એમઆરને બેટન સોંપ્યું, ત્યારે ભારતીય ટીમ ત્રીજા સ્થાને હતી. પરંતુ અનુભવી પૂવમ્માએ બાજી સંભાળી, ખૂબ જ ગતિ બતાવી અને ભારતને આગળ ધપાવ્યું. ત્યારબાદ પ્રાચીએ બાગી લીધી અને ભારતને લીડની નજીક રાખ્યું. અંતિમ તબક્કાની જવાબદારી વિથ્યા રામરાજ પર આવી. ભારતીય દોડવીરને બેટન મળતાં જ તેણે પોતાનું સર્વસ્વ આપી દીધું.
વિથ્યા રામરાજે સ્ક્રૂર્તિ બતાવી
બીજી તરફ, બહેરીનની સ્ટાર દોડવીર સલવા ઈદ નાસરે, પાછળથી શરૂઆત કરી હોવા છતાં, અંતિમ તબક્કામાં ઝડપથી આગળ વધી રહી હતી. તેણીએ એક પછી એક તેના સ્પર્ધકોને પાછળ છોડી દીધા અને ભારતની નજીક પહોંચી ગઈ. જોકે, વિથ્યાએ અંત સુધી તેની ગતિ જાળવી રાખી, ભારતને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડ્યું.
આ એશિયન ગેમ્સ વિથ્યા માટે ખૂબ જ ખાસ બની ગઈ છે. એક દિવસ પહેલા જ, તેણીએ પીટી ઉષાનો 400 મીટર હર્ડલ્સ રેકોર્ડ તોડીને હેડલાઇન્સમાં સ્થાન મેળવ્યું હતું. હવે, 4x400 મીટર રિલેમાં ગોલ્ડ જીતીને, તેણીએ આ ગેમ્સમાં પોતાનો ત્રીજો મેડલ સુરક્ષિત કર્યો છે. ભારતીય મહિલા ટીમનું પાછલું એશિયન ગેમ્સ અભિયાન સિલ્વર મેડલ સાથે સમાપ્ત થયું. આ વખતે, ટીમ એક ડગલું આગળ વધીને પોડિયમમાં ટોચ પર રહી. કિરણ પહેલ, પૂવમ્મા એમઆર, પ્રાચી અને વિથ્યા રામરાજની ચોકડીએ 3:29.69 ના સમય સાથે ભારતની યાદીમાં વધુ એક ગોલ્ડ મેડલ ઉમેર્યો. અગાઉ, ગુલવીરે એશિયન ગેમ્સ 2026 માં પોતાનો ત્રીજો મેડલ જીતીને સનસનાટી મચાવી હતી.

