ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 4 ઑક્ટોબર 2023 (10:32 IST)

Asian Games 2023 Live: ભારતના 71 મેડલ, 16 ગોલ્ડ સાથે ચોથા ક્રમે; ઓજસ-જ્યોતિએ તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ, હવે સૌની નજર નીરજ ચોપરા પર

gold in archery
gold in archery
Asian Games 2023 Live Update: ચીનના હાંગઝોઉમાં આયોજિત 19મી એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 71 મેડલ જીત્યા છે, જેમાં 16 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આજે એશિયન ગેમ્સના 11મા દિવસે ભાલા, ઘોડેસવારી અને બોક્સિંગમાં મેડલની અપેક્ષા છે.   ભારતીય ખેલાડીઓ આજે વધુ બે મેડલ જીતીને તેમનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એશિયન ગેમ્સ 2018માં ભારતે 70 મેડલ જીત્યા હતા
 
ભારતે જીત્યો 16મો ગોલ્ડ 
ઓજસ પ્રવિણ દેવતાલે અને જ્યોતિ સુરેખા વેન્નમની જોડીએ તીરંદાજી મિશ્રિત ટીમ કમ્પાઉન્ડમાં દક્ષિણ કોરિયાને હરાવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું અને બુધવારે હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023માં ભારતને તેનો 16મો ગોલ્ડ મેડલ અપાવ્યો. ઓજસ-જ્યોતિનું સુવર્ણ એ 2023ની હાંગઝોઉ ગેમ્સમાં ભારતનો 71મો મેડલ હતો, જેણે ભારતને 2018ની એશિયન ગેમ્સમાં મેડલના રેકોર્ડને તોડવામાં મદદ કરી. 

 
ભારતે જીત્યો ગોલ્ડ  
તીરંદાજીની કમ્પાઉન્ડ મિશ્ર સ્પર્ધામાં જ્યોતિ વેન્નમ અને ઓજસ દેવલેએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તેઓએ ફાઇનલમાં કોરિયન જોડીને 159-158થી હરાવીને ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ 16મો મેડલ છે.
 
પીવી સિંધુ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય 
પીવી સિંધુએ પોતાનું વિસ્ફોટક પ્રદર્શન બતાવ્યું અને પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ જીતી લીધી. તેણે ઈન્ડોનેશિયાની પુત્રી કુસુમા વર્દાનીને 21-16, 21-16થી હરાવ્યો હતો. આ જીત સાથે સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
 
વૉકિંગમાં ભારતે જીત્યો બ્રોન્ઝ મેડલ   
એશિયન ગેમ્સની 35 કિમી વોક મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતના વોકર મંજુ રાની અને રામ બાબુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંને એકંદરે ત્રીજા સ્થાને રહ્યા. આ સાથે ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ ચીન અને સિલ્વર મેડલ જાપાનને મળ્યો હતો.
 
તીરંદાજીમાં ભારતનો મેડલ પાક્કો 
ઓજસ દેવલે અને જ્યોતિની ભારતની જોડીએ તીરંદાજી કમ્પાઉન્ડ મિશ્ર સ્પર્ધામાં ભારત માટે વધુ એક મેડલ નિશ્ચિત કર્યો. તેણે કઝાકિસ્તાનની જોડીને 159-154થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
 
ભારતે જીત્યા આટલા મેડલ
એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં કુલ 71 મેડલ જીત્યા છે, જેમાં 16 ગોલ્ડ, 26 સિલ્વર અને 28 બ્રોન્ઝ મેડલ સામેલ છે. મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને છે.