બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (10:34 IST)

સાનિયા-શોએબના ઘરે આવ્યો #BabyMirzaMalik, , PAK ફેન્સ બોલ્યા - મામૂ બના ભારત

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા અને પાકિસ્તાની ક્રિકેટ શોએબ મલિકના ઘરે પુત્રનો જન્મ થયો છે. બેબી મિર્જા મલિકનુ સોશિયલ મીડિયા પર ધૂમધામથી સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. બંને દેશોના ફેંસ એકબીજાને શુભેચ્છા આપી રહ્યા છે. કેટલાક પાકિસ્તાની ફેન્સે મજેદાર અંદાજમાં એવુ પણ ટ્વીટસ કર્યુ  છે કે શોએબ મલિકે ભારતને મામૂ બનાવી દીધા. 
 
સાનિયએ 23 એપ્રિલના રોજ જ્યારે પોતાની પ્રેગનેંસીના સમાચાર સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા ત્યારે બેબી મિર્જા મલિક નામ આપ્યુ હતુ. શોએબે ટ્વિટર દ્વારા માહિતી આપી કે મા અને બાળકો બંને સ્વસ્થ છે અને સાથે જ તેમને લોકોને શુભેચ્છા અને દુઆઓ માટે આભાર માન્યો. સાનિયાની બહેન અનમ મિર્જા, તેની સારી મિત્ર ફરહા ખાને પણ સાનિયાને આ ખુશખબરને સોશિયલ મીડિયા પર શેયર કર્યા.