સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 સપ્ટેમ્બર 2022 (13:36 IST)

World Wrestling Championship: પહેલવાન બજરંગ પુનિયાએ જીત્યો કાંસ્ય પદક, ભારતે બે પદક સાથે ખતમ કર્યુ અભિયાન

ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અને 2022 કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો આ બીજો મેડલ હતો. આ પહેલા મહિલા રેસલર વિનેશ ફોગાટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
 
બજરંગે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાનો આ ચોથો મેડલ છે. આ સાથે બજરંગ આ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.. બજરંગે અગાઉ 2013 અને 2019 ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે 2018 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો
 
બજરંગે 65 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના સેબેસ્ટિયન રિવેરાને 11-9થી હરાવ્યો હતો. અગાઉ, બજરંગને ક્વાર્ટર ફાઇનલમાં યુએસએના જોન ડાયકોમિહાલિસ સામે પરાજય મળ્યો હતો. ત્યારબાદ બજરંગ રેપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ મેચ સુધી પહોંચ્યો અને જીતી ગયો.
બજરંગ પુનિયાએ જબરદસ્ત વાપસી કરી હતી