રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , સોમવાર, 13 એપ્રિલ 2009 (16:04 IST)

વિશ્વકપમાં ગગનને કાંસ્ય પદક

ભારતીય સ્ટાર નિશાનેબાજ ગગન નારંગે શુક્રવારે કોરિયાના ચોંગવોનમાં ચાલી રહેલા પ્રથમ આઈએસએસએફ વિશ્વકપની દસ મીટર એયર રાઈફલ સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યું.

નારંગે 696.7 નો સ્કોર બનાવ્યો. તે ક્વાલીફિકેશન રાઉન્ડમાં આઠમાં સ્થાન પર રહ્યાં પરંતુ બાદમાં 102.7 નો સ્કોર કરીને ત્રીજું સ્થાન મેળવવામાં સફળ રહ્યાં.

ચીનના ઝો કિનાને સ્વર્ણ અને કાઓ યિફેઈએ રજત પદક જીત્યું. ભારતના સંજીવ રાજપૂત ક્વાલીફિકેશનમાં પાંચમાં સ્થાન પર રહ્યાં જેમણે 595 નો સ્કોર કર્યો પરંતુ ફાઈનલમાં ખરાબ સ્કોરના કારણે તે સાતમાં સ્થાને ખસી ગયાં. પીટી રઘુનાથ (591) ફાઈનલ્સમાં પહોંચી જ ન શક્યાં.