દીપિકા વિશે 25 રોચક માહિતી

5 જાન્યુઆરી 1986ના રોજ જન્મેલી 31 વસંત જોઈ લીધા છે તો જાણો રાણી પદમાવતી  સાથે જોડાયેલ રોચક વાતો 

1. શાહરૂખ ખાનની ફિલ્મ જોઈને મોટી થનરી દીપિકા પાદુકોણે ક્યારેય વિચાર્યુ નહોતુ કે પોતાની પ્રથમ હિન્દી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં તેને રોમાંસના બાદશાહની સાથે સ્ક્રીન શેર કરવાની તક મળશે.

2. ફરાહ ખાને દીપિકાને એક જાહેરાતમાં જોઈ ફિલ્મ હેપી ન્યુ ઈયરની ઓફર કરી હતી. પણ ફિલ્મ શરૂ જ ન થઈ શકી. ત્યારબાદ ફરાહે જ તેને 'ઓમ શાંતિ ઓમ'માં લીધી.

3. શાહરૂખ જેવા સ્ટાર સથે દીપિકા સંકોચ વગર કામ કરી શકે એ માટે ઓમ શાંતિ ઓમનું શૂટિંગ શરૂ થતા પહેલા ઘણીવાર દીપિકા, શાહરૂખ અને ફરાહે સાથે લંચ અને ડિનર લીધુ.

4. દીપિકાના પિતા પોતાના સમયના જાણીતા બેડમિંટન ખેલાડી રહી ચૂક્યા છે. તેથી દીપિકાની પસંદગી રમત તરફ હતી, પણ તેણે ક્યારેય તેમા પોતાનુ કેરિયર બનાવવાનો વિચાર નહોતો કર્યો, જો કે તે રાજ્ય સ્તર પર આ રમતમાં ભાગ લઈ ચુકી છે.

5. દીપિકાની નાની બહેન અમીષાની પસંદગી રમત તરફ જ છે અને તે સારુ ગોલ્ફ રમે છે.


આ પણ વાંચો :