શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: ગુરુવાર, 1 નવેમ્બર 2018 (08:37 IST)

સુંદર એશ્વર્યાને પોતાના શરીરમાં એક ખોટ દેખાય છે.

મુંબઇ, બોલીવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનની પુત્રવધૂ એશ્વર્યા ફરી એકવાર વિશ્વની સુંદરીઓમાં ફરી સમાવેશ થઇ ગયો છે. એજલીના જોલીને દુનિયાની સૌથી સુંદર મહિલા તરીકે પસંદ કરવામાં આવી છે. 
હારપર્સ એન્ડ ક્વીન પત્રિકાએ પોતાના જુલાઇ અંકમાં એશ ને દુનિયાની સૌથી સુંદર 10 મહિલાઓની યાદીમાં 9મું સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. સંયોગવશ બે વર્ષ પહેલાં એશ્વર્યાએ આવી રીતે આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 
 
આ ઉપલબ્ધિ પર એશ્વર્યાએ કહ્યું કે કિટ્સ વંડરફૂલ આ ખુશખબરથી આનંદિત થઇ અભિષેકે કહ્યું કે મારી પત્નિ દુનિયાની નંબર વન પત્નિ છે. 
યાદીમાં પ્રથમ સ્થાન પર હોલીવુડની બ્યુટી ક્વિન એલજીના જોલી છે. ત્યારે બીજા સ્થાન પર મોડલ ક્રિસ્ટી તુરલિંગરોન, ત્રીજા સ્થાને જોર્ડનની ક્વિન રાનિયા, ચોથા સ્થાન પર ડાયેકટર સોફીયા કોપોલો અને પાંચમા સ્થાન પર સેલિબ્રિટી શેફ નાઇજેલા લાસન છે.
 
 
સુંદર એશ્વર્યાને પોતાના શરીરમાં એક ખોટ દેખાય છે. તેમણે પોતાના દાંત પસંદ નથી. તેમના મુજબ એ જરૂર કરતા મોટા છે, પરંતુ તે હસતી વખતે તેને સંતાડવાના પ્રયત્નો નથી કરતી. 
 
હોલીવુડની હોટ હિરોઈન જૂલિયા રાબટર્સ નુ કહેવુ છે કે એશ્વર્યા સંસારની સૌથી સુંદર સ્ત્રી છે.
 
આમ તો એશ્વર્યા બધી રીતે સેક્સી અને સુંદર છે, પરંતુ તાજેતરમાં જ થયેલ એક સર્વેક્ષણ મુજબ એશ્વર્યા રાયની આંખો આખી દુનિયામાં સૌથી વધુ સેક્સી છે. એશ્વર્યાએ દુનિયાની તમામ સુંદરીઓને આંખોની બાબતે પાછળ છોડી દીધી. 
 
યૂ એસમાં થયેલ એક સર્વેક્ષણમાં શરીરના વિવિધ અંગોની યાદી બનાવીને લોકોને પસંદ કરવાનુ કહેવામાં આવ્યુ, જેમાં દુનિયાની તમામ સુંદરીઓનો સમાવેશ થતો હતો. લોકોને એશ્વર્યાની આંખો સૌથી વધુ સુંદર લાગી. 
 
ચાર્લીઝ થેરોન, એંજેલીના જોલી, સ્કોરલેટ જોનસન, જેનિફર ગાર્નર, જેવી સુંદરીઓએ પણ અન્ય વર્ગોમાં પ્રથમ સ્થાન મેળવ્યુ.