શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : બુધવાર, 19 જૂન 2019 (10:53 IST)

Birthday spcl-કાજલ અગ્રવાલને આ એક્ટરએ શૂટ દરમ્યાન બળજબરીથી કિસ કરી હતી

Kajal Agrawal Birthday
19 જૂન 1985ના રોજ મુંબઈમાં જન્મેલી કાજલ અત્યારસુધી તેલુગુ તેમજ તમિલ ફિલ્મોમાં ચમકી ચુકી છે. બોલીવુડમાં ગયા વર્ષે ફિલ્મ 'સિંઘમ' દ્વારા આગમન કરનાર કાજલે પોતાના આત્મવિશ્વાસ પૂર્ણ અભિનયની પ્રશંસા મેળવી હતી.
કાજલ અગ્રવાલ નામની આ એક્ટ્રેસ કમ મોડેલ મુંબઈની છે તેમજ હાલમાં તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન જમાવી રહી છે.
 
કાજલે પોતાની કારકિર્દીની શરૂઆત 2007માં તેલુગુ ફિલ્મ લક્ષ્મી કલ્યાનામથી કરી હતી જેના દિગ્દર્શક તેજા હતા. આ ફિલ્મ કર્યાના થોડા સમયમાં જ કાજલ કોલીવૂડ તેમજ ટોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતો ચહેરો બની ચુકી હતી. કાજલ હિન્દી ફિલ્મ ક્યોં હો ગયા ના થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં એ દિયા મિર્જાની બેનપણીના માં પણ નાનકડા રોલ કરી ચુકી છે.
 
બૉલીવુડની ફિલ્મ " દો લફ્જો કી કહાની" માં , કાજલ અને રણદીપ હૂડાને લિપલક દ્રશ્ય હતો. અહેવાલો અનુસાર, કાજલ આ દ્રશ્યથી વાકેફ નહોતો અને રણદીપ હૂડાએ તેને અચાનક કિસ કરી લીધો હતો. ત્યાં કાજલ ખૂબ ગુસ્સે થઈ પાછળથી, ફિલ્મ નિર્માતાઓના પરિપ્રેક્ષ્ય પછી, તેમનો ગુસ્સો શાંત થયો.