રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  3. અંધશ્રદ્ધા
Written By

અહી એક ભયના કારણે આજે પણ થાય છે રાવણની પૂજા

આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ ઉજ્જૈનના ચિખલી ગામમાં જ્યાં એવી માન્યતા છે કે જો રાવણની પૂજા કરવામાં નહિ આવે તો આખુ ગામ બળીને ખાખ થઈ જશે.

તમે આને આસ્થા માનો કે અંધવિશ્વાસ પરંતુ અહીંયાના રિવાજ પ્રમાણે દરેક વર્ષે ચૈત્ર મહિનાની નવરાત્રિમાં દશમીના દિવસે આખુ ગામ રાવણની ભક્તિમાં લીન થઈ જાય છે. આ દરમિયાન અહીંયા રાવણના સમ્માનમાં એક મેળાનું આયોજન કરવામાં આવે છે. દશમીના દિવસે રામ-રાવણના યુદ્ધનું આયોજન પણ કરવામાં આવે છે જેની અંદર ઘણી મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે.

બાબુભાઈ રાવણ અહીંયાના પુજારી છે. રાવણની પૂજા-પાઠ કરવાને લીધે તેમનું નામ બાબુભાઈ રાવણ પડી ગયું છે. તેમનું કહેવુ છે કે મારી પર રાવણની કૃપા છે. ગામની અંદર જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે છે ત્યારે મારે અન્નપાણીને છોડીને બેસવું પડે છે. માની લો કે ગામની અંદર જ્યારે પણ વરસાદ ન પડે અને હુ ઉપવાસ પર ઉતરૂ તો ત્રણ જ દિવસમાં વરસાદ થાય છે.

અહીંયાના સરપંચ કૈલાશનાથ વ્યાસનુ કહેવું છે કે અહીંયા રાવણની પૂજા થાય છે. પૂજા કરવાની પરંપરા જુની છે. એક વર્ષે કોઈ કારણસર રાવણની પૂજા ન થઈ શકી અને મેળો પણ ન ભરાયો તો ગામની અંદર અચાનક આગ લાગી ગઈ અને ઘણાં પ્રયત્નો કરવા છતાં પણ માત્ર એક જ ઘરને બચાવી શકાયું.

  W.D
એક સ્થાનીક મહિલા પદ્મા જૈને પણ આ વાતનું સમર્થન કરતાં જણાવ્યું કે રાવણની પૂજા ન કરવા પર ગામની અંદર એક વખત નહી પરંતુ બે વખત આગ લાગી ગઈ છે. એક વખતે તો અહીંયા વીડિયો લગાવીને તે જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે મેળો ન ભરાય તો અહીંયા આગ લાગે છે કે નહિ પરંતુ તે દરમિયાન ભયંકર વાવાઝોડાને લીધે બધુ ઉડી ગયું હતું.

રાવણની પૂજા કરવી તે કોઈ નવી વાત નથી. ભારત અને પાડોશી દેશ શ્રીલંકામાં પણ ઘણી જગ્યાએ રાવણના મંદિરો છે. પરંતુ રાવણની પૂજા ન કરવા પર કોઈ મોટી મુશ્કેલીનો ભોગ બનવું પડે તે વાત પહેલી વખત સાંભળી છે. શું રાવણની પૂજાને કોઈ આડંબર સાથે જોડવી તે અંધવિશ્વાસને માનવા જેવુ6 છે. તો આ વિશે આપના મંતવ્યો શુ છે તે અમને જરૂર જણાવશો...