1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑગસ્ટ 2014 (16:05 IST)

અંજીર બરફી

સામગ્રી - અંજીર 100 ગ્રામ, માવો-250 ગ્રામ, ખાંડ - 65 ગ્રામ, પીળો રંગ 2થી 3 ટીપા કાજુ બદામના ટુકડા અડધો કપ. 
 
બનાવવાની રીત - અંજીરને વરાળ આપી નરમ કરો અને મિક્સરમાં વાટી લો. અંજીર પેસ્ટમાં એક ચમચી ખાંડ મિક્સ કરી સેકો. જ્યારે મિશ્રણ કડાહી છોડે તો તાપ પરથી ઉતારી કાપેલા કાજુ બદામ મિક્સ કરો. માવાને સેકીને તેમા ખાંડ મિક્સ કરો. માવાના બે બરાબર ભાગ કરી લો. એકમાં પીળો રંગ મિક્સ કરો. હવે ચિકાશવાળી થાળીમાં પીળો માવો પાથરો. તેના પર અંજીર પેસ્ટ પાથરો. ઉપર સફેદ માવો ફેલાવીને ચાંદીની વરખ લગાવીને ચોકોર કાપી લો.