આઈસ ચુસ્કી (બરફનો ગોળો)

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 15 એમએલ લીંબુનો રસ, સીરપના રૂપમાં ખાંડ, 50 એમએલ ઓગાળેલું કેસર, રોઝ સીરપ 100 એમએલ. 30 ગ્રામ છીણેલો બરફ.

બનાવવાની રીત - એક ગ્લાસમાં છીણેલો બરફ નાંખો અને તેને બરાબર દબાવી ગ્લાસમાં ફિટ કરી દો. ગ્લાસની વચ્ચો-વચ્ચ એક ચમચી લગાવી દો. હવે બીજો એક ગ્લાસ લો અને તેમાં ખાંડ-કેસરનું સીરપ તેમજ લીંબુનો રસ નાંખો. ત્યારપછી ગ્લાસમાં જામેલા બરફને કાઢીને બીજા સીરપવાળા ગ્લાસમાં નાંખી દો. પછી ઉપરથી ચોતરફ રોઝ સીરપ નાંખો. તૈયાર છે તમારી રોઝ એન્ડ સેફ્રોન આઇસ ચુસ્કી.


આ પણ વાંચો :