ગણેશજીને જાતે બનાવીને ધરાવો મોતીચુર લાડુ '

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 2 કપ ચણાનો લોટ, ત્રણ ચતુર્થાંશ કપ ખાંડ, ખાવાનો કેસરી રંગ (જો નાંખવો હોય તો) એક ચતુર્થાંશ ચમચી, 2 કપ દેશી ઘી, બે ચમચી પીસેલી બદામ, અડધી ચમચી ઇલાયચી પાવડર.

બનાવવાની રીત - ચણાના લોટને પાણીમાં મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. તેમાં કેસરી રંગ ઉમેરો. એક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં બુંદી પાડવાના ઝારાની મદદથી બુંદી પાડી તળી લો. એક અલગ કઢાઈમાં બરાબર માત્રામાં પાણી અને ખાંડ મિક્સ કરી એક તારની ચાસણી તૈયાર કરો. તેમાં બુંદી અને બદામ તેમજ ઇલાયચી પાવડર નાંખો અને સારી રીતે મિક્સ કરો. યાદ રાખો, ચાશણી એટલી બધી ન હોય કે તેમાં બુંદી ડૂબી જાય. ચાશણી અને બુંદીનું મિશ્રણ ઘટ્ટ રહેવું જોઇએ જેથી લાડુ વાળી શકાય. હવે આ મિશ્રણ સામાન્ય ઠંડુ પડે એટલે તેમાંથી ઇચ્છો તેટલી નાની કે મોટી સાઇઝમાં લાડુ વાળી લો. તો તૈયાર છે તમારા મોતીચુરના લાડુ. આ ગણેશચતુર્થીના રોજ ગણપતિ બાપ્પાને તમારા હાથે બનાવેલા મોતીચુર લાડુ જમાડી ખુશ કરી દો.


આ પણ વાંચો :