પનીરી નરિયળ લાડુ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 લીટર દૂધનુ પનીર, 2 મોટી ચમચી ખાંડ, 200 ગ્રામ છીણેલુ નારિયળ, 1 કપ દૂધ, 1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર, કેસર અને ગુલાબજળ, થોડા માવા કતરેલા, કાગળની પ્યાલીઓ.

બનાવવાની રીત - પનીર અને ખાંડને સારી રીતે મસળી મિક્સ કરી લો. કઢાઈમાં ઘટ્ટ થતા સુધી (8-10મ મિનિટ)ધીમા તાપ પર સેકી લો. ઠંડુ થતા ઈલાયચી, કેસર મિક્સ કરી લો. એક કઢાઈમાં દૂધ અને છીણેલુ નારિયળ મિક્સ કરો. 2 ટી સ્પૂન ખાંડ મિક્સ કરો. તેને ઘટ્ટ(માવા જેવુ)થતા સુધી ગેસ પર થવા દો. હવે ઠંડુ કરી લો. નારિયળ મિક્સની 10-12 નાના બોલ બનાવી લો અને પનીર મિક્સની પણ 10-12 નાની બોલ બનાવી લો. પનીર મિક્સની બોલ લઈને હથેળી પર ફેલાવી દો, વચ્ચે નારિયળ મિક્સની ગોળી મુકો. સાવધાનીથી બંધ કરીને લાડુ બનાવી લો. સર્વિંગ પ્લેટમાં કાગળની પ્યાલી મુકો, લાડુ મુકો અને ગુલાબ જળ છાંટો, મેવા કતરનથી સજાવીને ભોગ લગાવો.


આ પણ વાંચો :