પનીર કતરી

વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 28 ઑક્ટોબર 2010 (16:17 IST)
W.D
W.D
સામગ્રી - 400 ગ્રામ નરમ પનીર, 2 કપ મિલ્ક પાવડર, દોઢ કપ ખાંડ, 100 ગ્રામ માખણ, 1 નાની ચમચી વાટેલી ઈલાયચી, થોડુંક કેસર, 2 નાની ચમચી, ઘી અને સજાવવા માટે પિસ્તા.

વિધિ - પનીર, ખાંડા અને મિલ્ક પાવડરને મિક્સ કરી એક કઢાઈમાં સેકો. જ્યારે ખાંડ ઓગલી જાય અને મિશ્રણ ગાઢું થઈ જાય ત્યારે તેમાં માખણ નાખીને થોડીવાર સુધી હલાવતાં રહો. ગેસ પરથી ઉતારી તેમાં ઈલાયચી પાવડર નાખો અને એક ઘી લગાવેલી થાળીમાં જમાવી તેને ત્રિકોણાકારમાં કાપી લો. તેને કેસર પિસ્તાથી સજાવીને મુકો.


આ પણ વાંચો :