ફજી કેક

નઇ દુનિયા|

N.D
સામગ્રી - માખણ 2/3 કપ, ખાંડ 1-3/4 કપ, બેકિંગ સોડા 1 નાની ચમચી,મીઠુ 1 નાની ચમચી, બટર ક્રીમ 1-1/2 કપ, કિશમિશ 100 ગ્રામ.

ડેકોરેશન માટે : ચોકલેટ, કીવી સ્લાઈસ અને પ્લમ, સૂકા મેવા, સ્ટ્રોબેરી.

બનાવવાની રીત - 350 ડિગ્રી પર ઓવન ગરમ કરો,, દિલના આકારની બેકિંગ ટ્રેને ગ્રીસ કરો. માખણ અને ખાંડને એક વાસણમાં મધ્યમ ગતિથી હળવા હાથે ફૂલતા સુધી ફેંટો. તેમા વેનીલા અને દૂધ નાખીને બીજીવાર સારી રીતે ફેંટો. હવે મેંદો, કોકો પાવડર, બેકિંગ સોડા અને મીઠુ તેમા મિક્સ કરી લો. આને માખણના મિશ્રણમાં મિક્સ કરીને ક્રીમ નાખો અને ત્રણ મિનિટ સુધી ફેંટીને પહેલા તૈયાર કરેલ ગ્રીસ્ડ વાસણમાં નાખો. તેને 30-40 મિનિટ સુધી બેક કરો. બેકિંગ ટ્રે માંથી કાઢીને 10 મિનિટ માટે ઠંડુ થવા મુકી દો. ઉપર અને કિનારો પર ક્રીમ ફેલાવો. કીવી સ્લાઈસ, મેવા, સ્ટ્રોબેરી સ્લાઈસ અને ચોકલેટના લચ્છાથી ડેકોરેટ કરો.


આ પણ વાંચો :