મેંગો મેઝીક

નઇ દુનિયા|

N.D
સામગ્રી કવર માટે - મેદા 250 ગ્રામ, ઘી મોણ માટે, 50 ગ્રામ મીઠા સોડા, ચપટીભર હાફુસ કેરીનો પલ્પ પા કપ, પીળો રંગ પા ટી સ્પૂન, ઘી કચોરી તળવા માટે અંદાજમુજબ.

સામગ્રી ભરાવન માટે - માવો 200 ગ્રામ, લવિંગ 4-5, કાળા મરી 8-10, દળેલી ખાંડ 2 ચમચી, મોટી ઈલાયચી 15-20, ચપટી જાયફળ પાવડર.

સામગ્રી ચાસણી માટે - ખાંડ એક કપ, કેશર 8-10 રેશા.

બનાવવાની રીત - કચોરીના લોટ માટે આપવામાં આવેલી બધી સામગ્રીને મિક્સ કરીને તેનો કડક લોટ બાંધો. ભરાવન માટે માવો ઘીમા તાપ પર સેકો. જ્યારે માવો થોડુ ઘી છોડવા માંડે ત્યારે તેને થાળીમાં ફેલાવીને ઠંડુ કરો. લવિંગ, કાળા મરી અધકચરા વાટી લો. માવામાં દળેલી ખાંડ, ઈલાયચીનો પાવડર અને જાયફળ પાવડર મિક્સ કરો. લોટની નાની નાની લોઈ બનાવી હાથ પર મુકીને ચપટી કરો, પછી તેમા એક ટી સ્પૂન ભરાવન ભરીને ગોળ ચપટી કચોરી બનાવો. ઘી ગરમ કરીને ધીમા તાપ પર કચોરી કુરકુરી થતા સુધી તળી લો. હવે તેને ઠંડી કરો. ખાંડમાં અડધો કપ પાણી નાખીને ચાસણી બનાવી લો. ચાસણીમાં કેસર નાખો. તૈયાર ચાસણીમાં કચોરી નાખો. ચાસણી કચોરી પર ચઢી જાય પછી સર્વ કરો.


આ પણ વાંચો :