રોયલ સેંડવિચ વિથ કોલ્ડ બરફી

નઇ દુનિયા|
N.D
સામગ્રી - ચાસણી 1 કપ, બ્રેડ 4-5 ટુકડા, તળવા માટે ઘી.

રબડી માટે સામગ્રી - દૂધ 2 લીટર, માવો 2 કપ, ખાંડ 100 ગ્રામ, કેસર 9-10, ઈલાયચી પાવડર 1 નાની ચમચી, ડેકોરેશન માટે ચેરી, પિસ્તા.

બનાવવાની રીત - સૌ પહેલા કોઈ મોટા વાસણમાં દૂધ ગરમ કરીને સતત હલાવતા રહો. તેમા ખાંડ, અડધો માવો, ઈલાયચી પાવડર અને કેસર નાખો. ઘટ્ટ થવા દો, અને તેમાથી સુગંધ આવવા માંડે ત્યારે ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા ફ્રિજમાં મુકી દો.
હવે બ્રેડના ટુકડાની કિનાર કાપીને તેને ગોળ આકારમાં કાપી લો. તેને ઘી માં તળીને ખાંડથી બનેલી ચાસણીમાં નાખો. આ ટુકડામાંથી વધારાની ચાસણી કાઢી નાખો. હવે બે ટુકડાની વચ્ચે માવો ભરીને તેને સેંડવિચ જેવી બનાવી લો. તેને ફ્રિજમાં ઠંડી કરો. પ્લેટમાં મુકીને તેના પર રબડી નાખો. તેને ચેરી અને પિસ્તાથી ડેકોરેટ કરો અને ઠંડી કરીને સર્વ કરો.


આ પણ વાંચો :