હેલ્ધી ઓટ કુકીઝ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 100 ગ્રામ ઓલિવ ઓઇલ સ્પ્રેડ, 50 ગ્રામ ખાંડ, બે ચમચી મધ, 1/4 મિક્સ મસાલા, 100 ગ્રામ જવ, 50 ગ્રામ કિશમિશ.

બનાવવાની રીત - 170 ડિગ્રીએ ઓવન ગરમ કરો. ઓલિવ ઓઇલ સ્પ્રેડ, ખાંડ અને મધને એક બાઉલમાં રાખી ઓવનમાં ત્યાંસુધી ગરમ કરો જ્યાંસુધી આ મિશ્રણ ઓગળી ન જાય. હવે તેમાં મિક્સ મસાલા, જવ અને કિશમિશ નાંખી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને બેકિંગ ટ્રેમાં નાંખો અને 15 મિનિટ સુધી બેક કરો. થોડા સમય માટે ફ્રીઝમાં મૂકી દો. જામી જાય એટલે સર્વ કરો.
આટલી સામગ્રીમાંથી અંદાજે 5 કૂકી તૈયાર થશે.


આ પણ વાંચો :