મંગળવાર, 29 નવેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By કલ્યાણી દેશમુખ|

શિયાળામાં ફાયદાકારી : ગુંદર અને ડ્રાયફ્રુટના પૌષ્ટિક લાડવા

P.R
સામગ્રી - 100 ગ્રામ ગુંદર(સુકામેવાના દુકાને મળી રહેશે) 400 ગ્રાઘી, 250 ગ્રામ અડદની દાળ (8 કલાક પલાળેલી) 100 ગ્રામ બદામના લાંબા કાપેલા ટુકડા, કાજુ 100 ગ્રામ, ખારેક(ઠળિયા કાઢીને કાપેલી) 100 ગ્રામ, કોપરું છીણેલું (સેકેલું)100 ગ્રામ, 250 ગ્રામ દળેલી ખાંડ. 200 ગ્રામ ગોળ, 20 ગ્રામ ખસખસ, 10 ગ્રામ ઈલાયચી, 20 ગ્રામ સૂંઠનો પાવડર.

બનાવવાની રીત - સૌ પ્રથમ અડદની દાળનુ પાણી નિતારી તેને પેપર પર સુકવી દો. ગુંદરના નાના-નાના ટુકડા કરીને 2-3 કલાક તેને તડકામાં મુકો. કડાહીમાં ઘી ગરમ કરો અને તેમા ગુંદર નાખીને તળો. જ્યારે તે ફુલીને ડબલ થઈ જાય ત્યારે કાઢી લો

હવે ઘી મા બદામ, કાજુ, અને ખારેકને થોડા-થોડા તળીને કાઢી લો. અને મિક્સરમાં ફેરવી લો, કરકરા રહેવા જોઈએ, લોટ જેવા ન વાટો. અડદની દાળ ઉપરથી કોરી થઈ જાય કે મિક્સરમાં દળી લો અને બચેલા ઘી માં અડદનો લોટ ધીમાં ગેસ પર 15-20 મિનિટ સુધી શેકો,

હવે આ સેકેલા લોટમાં બદામ, ખારેક, કોપરું, કાજુ, ગુંદર, અને દળેલી ખાંડ નાખીને સારી રીતે ભેળવી લો. થોડાક ઘીમા સૂંઠ સેકીને દાળના મિશ્રણમાં નાખો. બે ચમચી ઘી માં ગોળને ઝીણો વાટી ઓગાળી લો અને ગોળ ફુલે કે તરત લોટમાં મિક્સ કરો. ઈલાયચી પાવડર મિક્સ કરો. . દળેલી ખાંડ પણ નાખી દો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. લાડુ બનાવી લો. લાડુ ન વળે તો તેમા અડધો કપ ઘી અથવા દૂધ નાખીને લાડુ બનાવો.

આ લાડવા ઠંડીમાં પૌષ્ટિક અને ગુણકારી રહે છે.