ઘઉંના લોટનો શીરો

atta ka halwa
કલ્યાણી દેશમુખ|
 
સામગ્રી - ઘઉંનો લોટ એક વાડકી, ઘી બે મોટી ચમચી, ગોળ એક વાડકી,અડધી વાડકી પાણી. સુકોમેવાની કતરન

બનાવવાની રીત - એક કઢાઈમાં ઘી તપાવી તેમા લોટને સારી રીતે સેકી લો. લોટ બદામી થાય કે તેમા ગોળ અને થોડુ પાણી નાખીને હલાવતા રહો. પાણી એટલુ જ નાખવુ જેટલા પ્રમાણમાં લોટ ભીનો થાય અને ગોળ ઓગળી જાય. પાંચ મિનિટ ગેસ પર મુકીને ઉતારી લેવુ. આ શીરો બાળકો માટે ઠંડીમાં પૌષ્ટિક છે, અને સુવાવડી સ્ત્રીઓ માટે આ શીરો ઘણો જ પૌષ્ટિક છે. ઉપરથી સુકો મેવો ભભરાવો.


આ પણ વાંચો :