શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By

કોપરાપાક

સામગ્રી :  1 કપ નારિયેળ નું ખમણ , 1 કપ દૂધ , 1કપ ખાંડ , 1 કપ ઘી , એલચી પાવડર ચપટી , સુકામેવા ની કતરણ 1 ચમચી . દૂધ ફૂલ ફેટ નું લેવું , મલાઈ સાથે લેવું .
 
બનાવવાની રીત : સૌ પ્રથમ શ્રી ફળ ને ખમણી લેવું . એક કડાઈ માં કોપરા નું ખમણ ,દૂધ ,ઘી અને ખાંડ બધું મિક્સ કરી ગેસ ઉપર મુકો . તવેથા થી હલાવતા રહો જેથી નીચે ચોંટે નહી . તાપ મીડીયમ રાખવો . ખાંડ  માં થી છુટેલું પાણી બળી જાય અને એકરસ થાય પછી એલચી પાવડર નાંખી બરાબર મિક્સ કરો . ઘી છુટું પાડવા લાગે અને લાલાશ પકડે એટલે ગેસ બંધ કરી ઘી લગાડેલી થાળી માં આ મિશ્રણ ને ઠારી દો .ઉપર સુકામેવા ની કતરણ ભભરાવો . ઠરે પછી મનગમતા આકાર માં કાપો અથવા ચોરસ ટુકડામાં  કાપી લો.